STORYMIRROR

Kamlesh Makwana

Others

3  

Kamlesh Makwana

Others

ના સનમ છોડી શક્યો છું

ના સનમ છોડી શક્યો છું

1 min
13.3K


ના સનમ છોડી શક્યો છું

ના ગઝલ છોડી શક્યો છું.


એમણે આપી હતી જે,

ના કસમ છોડી શક્યો છું.


આંખ તો ખુલ્લી જ રાખી,

ના મરણ છોડી શક્યો છું.


જોઇ લેવા આખરે પણ

ના નગર છોડી શક્યો છું.


આટલા વર્ષો પછી હું,

ના સ્મરણ છોડી શક્યો છું.


ચાલતા રાખ્યા કદમને,

ના ડગર છોડી શક્યો છું


એ ય આવીને ગયા પણ,

ના કબર છોડી શક્યો છું.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ