STORYMIRROR

Kamlesh Makwana

Others

3  

Kamlesh Makwana

Others

બાળપણ છેતરે બાળકો

બાળપણ છેતરે બાળકો

1 min
14K


માગતા મંદિરે બાળકો

બાળપણ છેતરે બાળકો


શોખ તો કોઇનો હોય ના,

ભીખને ચીતરે બાળકો.


વાળ તો શ્વેત છે તોય શું ?

જીવતાં ભીતરે બાળકો.


એ મજૂરો બને કસમયે,

હોટલે ખેતરે બાળકો.


હોય મજબૂર નહિતર કમલ,

ખાય એકોતરે બાળકો ?


Rate this content
Log in