STORYMIRROR

Toral Jain

Inspirational

3  

Toral Jain

Inspirational

પોઝિટિવ વાઈબ્સ ઓફ કોરોના

પોઝિટિવ વાઈબ્સ ઓફ કોરોના

1 min
209

જિંદગી ની રેસ માં દોડવાને બદલે,

માનવતાની રેસમાં દોડતા શીખ્યા છો ખરા?...  


સમયનું ગાણિતિક મૂલ્ય સમજતા આપણે સમયને બારીકાઈથી અનુભવતા શીખ્યા છો ખરા?.....


ઝડપથી જીવન વિતાવવાની કળા ને બદલે,

મંદ ગતિથી વીતતા જીવનને વિસરતા શીખ્યા છો ખરા?...


ધુમાડાથી ભરપુર કાળાં આકાશને વારંવાર જોતા આપણે,

સ્વચ્છ નીરબ્ર આકાશને માણતા શીખ્યા છો ખરા?...


ખોટા પ્રપંચ કરતા અને લાલસાથી બંધાયેલા 

અંતરાત્માના અરીસાને ઓળખતા શીખ્યા છો ખરા?...


હંમેશાં આભાસી જીવનમાં પળો વેડફાતા આપણે,

વાસ્તવિક જીવનનો લાહવો લેતા શીખ્યા છો ખરા?...


મોહ, માયાના શબ્દોની મદિરામાં જકડાયેલા આપણે,

લાગણીઓના તંતુઓથી બાંધતા શીખ્યા છો ખરા?...


ત્વરિત ઝડપથી ગતિ કરતા આ યુગમાં,

રવિરશ્મીનો સ્પર્શ, ઝરણાનો રાગ, સમીર સૂર, વાદળોનો તાલ, વરસાદનો ઝણકાર તારાઓનો ટમકાર, વીજળીનો રણકાર, અગિયાઓનો ચમકાર, શશીની શીતળતા અને પંખીઓના કલરવને માણતા શીખ્યા છો ખરા?....


વ્યસ્તા અને ભાગદોડના ચશ્માં પેહરેલા આપણે,

પરિવાર રૂપી સુખના સાગરને પામતા શીખ્યા છો ખરા?..


રંગ વિનાના નીરસ બનેલા જીવનને,

દૃષ્ટિકોણ ફેરવીને સપ્તરંગી રંગોમાં ફેરવતા શીખ્યા છો ખરા?....


બ્લેક એન્ડ વ્હાઇટ થયેલા આ જીવનમાં,

અઢળક રંગો નાખીને રંગીન બનાવતા શીખ્યા છો ખરા?....


વ્યસ્તનાં વેશમાં બહુરૂપી બનેલા આપણે,

જાતને ઉંડાણપૂર્વક નીરખતા શીખ્યા છો ખરા?.....


ભય, ડર અને બીક ની દુનિયામાં ભટકતા આપણે,

બેફિકરાઈ થી જીવનને માણતા શીખ્યા છો ખરા?.... 


કોરેન્ટાઈનને કોરોના ટાઈમમાં ફેરવવાને બદલે,

માય ટાઈમ અને ફેમિલી ટાઈમમાં ફેરવતા શીખ્યા છો ખરા?....


બધું જ પામવાની લાલચમાં આંધળા બનેલા આપણે,

પોતાની જાતને પારખતા શીખ્યા છો ખરા?......


ભીડવાળી જગ્યાઓમાં આપણી જાતને વિસરાતા આપણે,

પોતાની જાતને એકાંતમાં માણતા શીખ્યા છો ખરા?..... 


મહામારીના કારણે ભયના ખાડામાં ભીતરને પામતા આપણે, 

નવો મળેલો રિબુટ નો ચાન્સ પામતા શીખ્યા છો ખરા?....

આ લોકડાઉન અને કરફ્યુ માં વિતેલા જીવનને,

નવો જન્મ સમજીને વિતાવવતા શીખ્યા છો ખરા?....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational