પહેરણ
પહેરણ
બદલાઈ ગયો છે જમાનો ને હું ત્યાંની ત્યાં.
લાગણીનું પહેરણ પહેરી શોધવા નીકળી પોતીકાં.
શોધતાં શોધતાં પહેરણ થયું છે તારતાર.
ડોકિયાં કરે બેશરમી આરપાર.
ઝૂંટે નહીં માયા અલ્યા લાગણીના પહેરણની.
આંધળે બહેરું ભલેને કૂટાય.
નથી જોયતા લાગણીના વળતર હવે.
નથી મારવા થીંગડાં હવે ખોટી સહિષ્ણુતાના.
હવે ભલેને ડોકિયાં કરે બેશરમી આરપાર.
મારે તો હું ભલીને મારું પહેરણ ભલું.
નથી જોઈતા કોઈના ઊપકાર નથી,
જોઈતા કોઈના ઊપકાર....
