પાનેતર
પાનેતર
મારું પાનેતર રે પાનેતર,
મામાએ લીધેલું પાનેતર,
મામીના હેતે મઢેલું પાનેતર,
માત કેરાં પ્રેમના ટહુકા,
પિતા કેરાં વ્હાલે ભરેલ,
વીરાના સ્નેહે સિંચેલ,
બેનીના આશિષે મઢેલ,
સખીનાં સંભારણા સંગ,
શોભે મારું પાનેતર,
છૂપાવી ફળિયું પાનેતરમાં,
ચાલી હું પિયુ સંગ.

