નીચી નજરોના મળ્યા ના મેળ
નીચી નજરોના મળ્યા ના મેળ
મળ્યા તો હતા આપણે પ્રથમ એ ઑફિસમાં,
જ્યાં ફેંદી રહ્યા હતા તમે દફ્તર,
હું થોડો સિનિયર અને તમે નવા જોડાયેલા હતા
મોહી ગયુ હતું મન મારું, જોઈ તમારા ચહેરાની મુસ્કાન,
થોડી અવઢવ, તો પણ મન મનાવી લીધું,
મારા દિલમાં તો મેં કોતરી નાખી હતી તસ્વીર તમારી,
અને આંખોમાં તો મેં ભરી પીધા હતા તમને,
નમી જવી તમારી આંખ નીચી, ને મેં સમજી લીધી હા તમારી,
પાગલ હું, નથી પૂછતો તમને તમારી હાલત અને દિલની વાત,
માની જ નાખ્યું હતું કે તમારી તો છે હા જ !
પણ ખોલી નાખોને હવે તો તમારા દિલના રાજ,
પરંપરાઓની બેડીઓ અને વિટંબણાઓની હારમાળાઓ,
રોકી દીધો હતો મને આપને પામવાથી.

