મને મળી છે
મને મળી છે
મને મળી છે એવી રિયાસત
નથી કોઈ હવે શિકાયત કોઈથી,
વારસામાં મળી છે મને
સત્ય અને પ્રામાણિકતાની રિયાસત,
વારસામાં મળી છે મને
પ્રેમની અમીરાત મોટી,
વારસામાં મળી છે મને
સૌને આવકાર્યાની અમાનત મીઠી,
વારસામાં મળી છે મને
સૌ સ્વજનની મુલાકાત એવી,
વારસામાં મળી છે મને
સદગુણોની રિયાસત ઝાઝી.