STORYMIRROR

Kinal kotecha

Drama

3  

Kinal kotecha

Drama

મારી મા ની લાગણી

મારી મા ની લાગણી

1 min
1.4K

કેવો અમૂલ્ય હશે એ દિવસ મારી મા માટે

જ્યારે એને ખબર પડી હશે કે એ મારી મા બનવાની છે..


કેવું સ્મિત હશે મારી મા ના મુખ પર

જ્યારે એના પેટમાં એક જીવ હોવાનો એને અનુભવ થયો હશે..


કેવો અનોખો હશે મારી મા નો અનુભવ

જ્યારે એને મારા હૃદયના ધબકારા એના પેટમાંથી પહેલીવાર સાંભળ્યા હશે..


કેવો આનંદ થયો હશે મારી માને જ્યારે બધા સગા-સંબંધીઓ મારા નામે મારી માનો ખોળો ભરવા આવ્યા હશે..


કેવી ઠંડક પહોંચી હશે મારી માની આંખોમાં

જ્યારે એ વારંવાર પેલી સોનોગ્રાફીમાં આવેલા મારા ફોટાને નિહાળતી હશે..


કેવી ઉત્તેજના થઇ હશે મારી માના મનમાં

જ્યારે મારી મા ને મારી મળેલી પહેલી લાત નો અનુભવ એના પેટમાં થયો હશે..


કેવા ગયા હશે મારી મા ના એ નવ મહિના

જ્યારે મારી માને પેટ નો એ આકરો દુખાવો પણ મીઠો લાગતો હશે..


કેવી થતી હશે મારી માના મનમાં એ ભાવના

જ્યારે મારી મા મને એના જ પેટમાં મોટો થતી અનુભવતી હશે..


કેવો રહ્યો હશે મારી માનો એ નવમો મહિનો

જ્યારે અસહ્ય દુખાવો થતો હોવા છતાં મારી મા રાહ જોતી હશે એની ગર્ભાવસ્થાના અંતિમ દિવસની..


કેવો કુતુહુલવાળો રહ્યો હશે એ દિવસ મારી મા માટે

જ્યારે મારો મારી માના પેટમાંથી જનમ લેવાનો એ દિવસ હશે..


કેવી થતી હશે મારી માના મનમાં ભાવના

જ્યારે મારી મા મને એના ગર્ભાશયમાંથી ધીરે ધીરે નીકળવાનો અનુભવ કરતી હશે..


કેવો અમૂલ્ય થયો હશે એ આનંદ મારી માને

જ્યારે એને મને પહેલીવાર એના હાથોમાં લઇ ને તેડયો હશે..


કેવો સોહામણો રહ્યો હશે એ સફર મારી માનો

જ્યારે એને મને જનમ આપ્યો હશે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama