Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pinal padhiyar

Inspirational

3.8  

pinal padhiyar

Inspirational

મારી બહેન

મારી બહેન

1 min
28.2K


જિંદગીના શ્વાસ સાથે,

હંમેશ રહે એ મારી બહેન,

જેની નાની જીદ પણ હું હકથી

પુરી કરું એ મારી બહેન.


અજાણ્યા હોય પણ પોતાના કરતા

પણ વધારે વ્હાલી એ મારી બહેન,

અંજાણ હોવા છત્તા એક બીજાની,

ઓળખાણ બન્યા એ મારી બહેન.


મારા હસતા ચહેરા પાછળની ઉદાસીનતા,

જાણી જાય એ મારી બહેન,

વાત કરવાની છટાથી મારા દર્દની,

અનુભૂતિ જેને થાય એ મારી બહેન.


અઢળક લાગણી સાથે અનેકગણો પ્રેમ,

મને આપે એ મારી બહેન,

મારા જન્મ દિવસની મારા કરતાં પણ વધારે,

આતુરતાથી રાહ જુએ એ મારી બહેન.


ના લોહી સંબંધ છે તોય જીવ કરતા,

વધારે વ્હાલી એ મારી બહેન,

હું ઉદાસ હોવ અને મારી,

હસી બની જાય એ મારી બહેન.


જવાબદારી નિભાવતા નિભાવતા થાકી,

જાઉં ને જે મારી તાકાત બને એ મારી બહેન,

તને ભેટીને દુનિયાના દુઃખ ભુલવાની,

જે દવા એ મારી બહેન.


ના રોજ મેસજ કે ના રોજ કોલ થાય પણ,

મારી સાથે અડીખમ ઉભી રહે એ મારી બહેન,

દુનિયા માં બધા જ્યારે સાથ છોડે ને,

અમારો હાથ પકડી ને ઉભી રહે એ મારી બહેન.


મારી હસી, મારા રુદન, મારા સપના, મારા ઉદાસી,

ને જે સમજે એ મારી બહેન,

હુલામણા નામથી જ્યારે તું પી.ડી કહે,

એ ખુશી એટલે મારી બહેન,


શુ લખું તારા માટે બસ તું જ મારી તાકાત,

અને મારી કમજોરી છે મારી શીંચેન

જિંદગીના શ્વાસ સાથે,

હંમેશ રહે એ મારી બહેન,


Rate this content
Log in

More gujarati poem from pinal padhiyar

Similar gujarati poem from Inspirational