Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance Inspirational

3  

Hiten Patel

Romance Inspirational

માઁ

માઁ

1 min
198


ઓ માઁ ! મારી માઁ તું ક્યાં છે ?

ઓ માઁ ! તું મારા દિલમાં છે !

તે અગણિત ઘા સહયા છે !

ધરતીનો છેડો માઁ તારા ખોળામાં

ધરતી પરનું સ્વર્ગ તારા પગલાંમાં

સહુથી અનમોલ અમાનત છે !

સહુ દેવતાઓનો વાસ માઁ તારામાં !

તે અગણિત ઘા સહયા છે !

ઓ માઁ....


દિવસ રાત એક કરે છે

પથ્થર એટલા દેવ કરે છે

કૂખના જણ્યાને સુખ દેવા

કેટલો પરસેવો પાડે છે !

તે અગણિત ઘા સહયા છે !

ઓ માઁ....


માઁ સરિખુ દુનિયામાં કોઈ નહિ

માઁ જેવી મમતા કોઈની નહિ

માઁ નો ખોળો ના મળે ખૂદવા !

એના જેવું બદકિસ્મત કોઈ નહિ 

તે અગણિત ઘા સહયા છે !

ઓ માઁ....


ભૂખી રહી ભાવતું જમાડે છે

એક એક પળનું ધ્યાન રાખે છે

વાગી જાય જાયા ને રતિભાર

આખું ને આખું હૈયું બાળે છે !

તે અગણિત ઘા સહયા છે !

ઓ માઁ....


જન્મો જનમ એક તું મળે માઁ

મારા અંતરની આ પ્રાર્થના ફળે માઁ

સહુ તીરથ પુણ્ય તારી સેવામાં માઁ

તારી સેવા કરવા લાખો હજારો

જનમ પણ ઓછા પડે માઁ !

તે અગણિત ઘા સહયા છે !

ઓ માઁ....


Rate this content
Log in

More gujarati poem from Hiten Patel

Similar gujarati poem from Romance