લાગે છે
લાગે છે
અચાનક જવાનું થયું આજે એની ગલીમાં અને ઉભી હતી ઇ બારીએ,
નક્કી એકાદ દુઆ મારીએય આજે કબુલ થઈ લાગે છે.
હસતા હસતા ભૂલથી સામે પણ એને જોઈ લીધું મારી,
નક્કી દિવસ આજે સારો પસાર થવાનો લાગે છે.
આવા આકરા તડકામાં પણ એની ગલીના ફુલ હસતા ખીલેલા રહે છે,
માટે ઇ મજામાં લાગે છે.
આમ સપનામાં આવીને હેરાન નો કર વાલી,
તારી જ યાદમાં નિંદર આવતા બોવ વાર લાગે છે.
એટલો ચાહતો હતો અને એટલો કરીબ હતો હું એની,
"સરસ" હવે તો મારી ગઝલ ના એક એક શેર એની લીલી ઓઢણીનાં તાર લાગે છે.

