STORYMIRROR

Charmi Majithiya

Romance

3  

Charmi Majithiya

Romance

કૃષ્ણપ્રેમનો ગુલાલ

કૃષ્ણપ્રેમનો ગુલાલ

1 min
118

મારા શ્વેત મનને લગાવી પ્રીતરંગ, 

તારું કલ્પન સતત કરે ધ્યાનભંગ,

સુખ હૈયાનું તારો અનહદ વ્હાલ,

સર્વત્ર કૃષ્ણપ્રેમનો ઊડે રે ગુલાલ !


ના સ્પર્શયું દિલે હજી એકેય ફૂલ,

પહેલો રંગ કરું માત્ર તારો કબૂલ,

જગથી છૂપાવા સર્જી એક ઢાલ,

સર્વત્ર કૃષ્ણપ્રેમનો ઊડે રે ગુલાલ !


કેમ મુજ સંગ કરે આંખમીચોળી ?

રંગીલી ફાગણમાં ખેલ ને હોળી,

હરખ છલકાવતા ગુલાબી ગાલ,

સર્વત્ર કૃષ્ણપ્રેમનો ઊડે રે ગુલાલ !


નખરાળા નેણથી પ્રેમરંગ નીતરે,

ભીંજાવી તનમનને વ્હેતો ભીતરે,

બંસીસૂરે નાચું સંગ મેળવી તાલ,

સર્વત્ર કૃષ્ણપ્રેમનો ઊડે રે ગુલાલ !


તારો સાથ ખૂબ અમૂલ્ય લહાણ,

તુજ પ્રેમ ઈંધણથી ચાલતા પ્રાણ,

સખા વિનાની ન આવે કદી કાલ,

સર્વત્ર કૃષ્ણપ્રેમનો ઊડે રે ગુલાલ !


છાનાછૂપના માધવે ભરીને બાથ,

લાલ રંગ લઈ સેંથે ફેરવ્યો હાથ,

અઢળક આનંદે "ચારુ" બેહાલ,

સર્વત્ર કૃષ્ણપ્રેમનો ઊડે રે ગુલાલ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance