STORYMIRROR

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

કર્મયોગી

કર્મયોગી

1 min
241

લાગ્યો કેવો યુવાનીનો રંગ,

જીવનમાં રંગત લાવવાનો સંગ,


નવો અભ્યાસ ને ભણવાનો ઉમંગ,

એકબીજાને મદદ કરવાનો સંકલ્પ,


ભણીગણીને આગળ વધ્યા,

મિત્રતાની જોડ મજબૂત બન્યા,


સુખદુઃખના સાથી બનતા,

આપત્તિકાળે સહાય કરતા,


કોરોના કાળના કપરા દિવસો,

આફત અને દુઃખોના દિવસો,


ભેગા મળીને નિર્ણય કર્યો,

કર્મયોગી નામનું ગૃપ બન્યું,


વોરિયર્સ બનીને સેવાઓ કરશું,

કોરોનાનો ચક્રવ્યૂહ તોડશું,


ખભેખભા મિલાવી કામ કરશું,

યૌવનને એક શ્રેષ્ઠ નામ આપીશું,


સુખદુઃખના સહભાગી બનીને,

કર્મયોગી બનીને કર્મ કરીને,


સ્મરણ એ યોગેશ્વરનું કરશું,

કર્મયોગી શ્રેષ્ઠનું સ્મરણ કરશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational