કોને ન ગમે
કોને ન ગમે
મુક્ત ગગનમાં વિહરવું કોને ન ગમે ?
પિંજરમાં રહેલા પંખીને જો મળે,
માંદગીમાંથી સાજા થવું કોને ન ગમે ?
વર્ષોથી પીડા ભોગવતાને એ મળે,
ઉનાળાનું વેકેશન કોને ન ગમે ?
વર્ષ આખું ભણેલાને એ મળે,
શિયાળાના વસાણા કોને ન ગમે ?
બાર મહિને એક વખત જો મળે,
પરીક્ષાનું પરિણામ કોને ન ગમે ?
મહેનત જે દર વખતે કરે,
વરસાદ ચોમાસાનો કોને ન ગમે ?
ભીંજાવા જો મંજૂરી મળે,
યાદોમાં રહેવું કોને ન ગમે ?
વીરહમાં જે કાયમ રહે,
સરનામું સુખનું કોને ન ગમે ?
ચિંતામાં જે કાયમ રહે.