એક ગુલાબ
એક ગુલાબ
1 min
256
મારા રણરૂપી જીવનમાં એક ગુલાબ ખીલી ઉઠ્યું,
મેં નીરખીને જોયું તો એ મારા માટે જ ખીલી ઉઠ્યું.
મેં લાગણીથી થોડું જળ રેડયું તો એ સંપૂર્ણ ખીલી ઉઠ્યું,
મેં નીરખીને જોયું તો એ મારા માટે જ ખીલી ઉઠ્યું.
એની ઇતરરૂપી સુગંધ મને જાણે એવી સ્પર્શી ગઈ,
મેં નીરખીને જોયું તો એ મારા માટે જ ખીલી ઉઠ્યું.
આજે વર્ષો બાદ એવું લાગ્યું, એ ગુલાબ મને મારું લાગ્યું,