કીકી માં આકાશ ✍️
કીકી માં આકાશ ✍️
📖 કીકીમાં આકાશ
✍️ કાવ્યસર્જન: મીઠું
॥ ભૂમિકા ॥
સાહિત્યમાં કવિતા એ મન અને જગત વચ્ચેનો સેતુ છે, પરંતુ હાઈકુ એ સંવેદનાનો એવો ક્ષણાર્ધ છે જ્યાં અસીમ બ્રહ્માંડ માત્ર સત્તર અક્ષરોના નાના ચોકઠામાં ઝીલાઈ જાય છે.
‘મીઠું’ ની કલમે આલેખાયેલી આ હાઈકુ-શ્રેણી પ્રકૃતિ, દ્રષ્ટિ અને કાવ્યસર્જન વચ્ચેનો એક સહજ અને ઊંડો સંવાદ છે. અહીં વાત માત્ર આકાશની નથી, પણ આકાશને જોનારી અને પોતાની અંદર સમાવનારી અંતર-દ્રષ્ટિની છે. બહારના 'અફાટ વ્યોમ'ને આંખની નાની 'કીકી'માં રમાડીને કાગળ પર 'શબ્દ' રૂપે ઉજાગર કરવાની આ કાવ્યયાત્રા અતિ આસ્વાદ્ય છે.
॥ હાઈકુ-માળા ॥
૧. ચેતના
કલરવતા
પંખી, સૌ સ્વ આકાશે
અનંત યાત્રા
૨. અખંડતા
રવિ શિશિર
અંખડ બિરાજેલા
અનંત વ્યોમે
૩. દર્શન
અફાટ વ્યોમ
નાની કીકીએ રમે
બારી બહાર
૪. કાવ્યાવતાર
કીકીમાં રમે
અફાટ વ્યોમ શબ્દે
ઉજાગર થૈ
૫. સાક્ષીભાવ
બારી બહાર ;
રમે આકાશ, દ્રષ્ટિ
નિહાળે સૃષ્ટિ ;
૬. અંતર-રંગ
રંગબેરંગી
આકાશ વ્હાલુ લાગે
કોરા કાગળે
૭. સર્જનપ્રક્રિયા
લીસોટા તાણ્યા
કોરા કાગળે ઉતાર્યું
આકાશ શબ્દે
૮. પૂર્ણતા
અનંત યાત્રા
શબ્દથકી પૂર્ણતા
પામે કાગળે
✍️ મીઠું 🍁 @mhmankad
અક્ષરદેહ | અનંત વ્યોમનું ૧૭ અક્ષરોમાં આચમન
અક્ષરદેહ | સત્તર અક્ષરનું અનંત આકાશ
