STORYMIRROR

Ganga Sati

Classics

1.7  

Ganga Sati

Classics

કાળધર્મ ને સ્વભાવને જીતવો

કાળધર્મ ને સ્વભાવને જીતવો

1 min
14K


કાળધર્મ ને સ્વભાવને જીતવો,

રાખવો નહિ અંતરમાં ક્રોધ રે

સમાનપણેથી સર્વેમાં વર્તવું,

ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ ને સ્વભાવને જીતવો


નિર્મળ થઈને કામને જીતવો,

ને રાખવો અંતરમાં વૈરાગ રે,

જગતના વૈભવને મિથ્યા જાણી,

ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ ને સ્વભાવને જીતવો


આલોક પરલોકની આશા તજવી,

ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,

તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,

ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ ને સ્વભાવને જીતવો


ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,

ને વર્તવું વચનની માંય રે,

ગંગા સતી એમ બોલિયાં રે,

એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ ને સ્વભાવને જીતવો


Rate this content
Log in

Similar gujarati poem from Classics