STORYMIRROR

Trupti Vala

Inspirational

3  

Trupti Vala

Inspirational

ઝરણાનું ગીત

ઝરણાનું ગીત

1 min
27.3K


અમે કહ્યુ અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગ,

ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.


અમે કહ્યુ કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,

ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી વધ આગળ.


અમે કહ્યુ કે સૂનું લાગે એકલપંડે વહેવુ,

ઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.


અમે કહ્યુ કે અટકી જઈશું એવી બીક સતાવે,

ઝરણાએ મલકીને કીધું કે કરશું મજા તળાવે.


અમે કહ્યુ કે ઝરણાં તારી વાતોમાં છે દમ,

ઝરણું કંઈ ન બોલ્યું, તે તો વહ્યા કર્યું હરદમ


Rate this content
Log in

More gujarati poem from Trupti Vala

Similar gujarati poem from Inspirational