STORYMIRROR

Jayshree Korat

Romance

4  

Jayshree Korat

Romance

હું અને તું

હું અને તું

1 min
215

ધબકતું હોય દિલ મારું, ને ધડકન તું થઈ જા, 

બનું હું કુમળી કળી, ને તું ફૂલ થઈ ખીલી જા,


મહેકું હું, ને તું મારા શ્વાસની સુગંધ થઈ જા, 

સજું હું દિલથી, ને તું શૃંગાર મારો થઈ જા,


શબ્દો નીકળે મુજ મુખથી, ને સૂર તું થઈ જા, 

કદી ન જોયેલું એવું સ્વપ્ન તું મારું થઈ જા, 


હોય આંખ ભીની મારી, ને તું વહેતી ધાર થઈ જા, 

અચાનક જ હસી પડું હું, ને તું હાસ્ય મારું થઈ જા, 


નીકળું હું જીવનની સફરમાં, ને મંજિલ તું મારી થઈ જા, 

ડૂબું હું જિંદગીની મઝધારમાં, ને તું તરવૈયો થઈ જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Jayshree Korat

Similar gujarati poem from Romance