Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagdish Mochi

Inspirational Others

3  

Jagdish Mochi

Inspirational Others

હું આવું કે ના આવું,

હું આવું કે ના આવું,

1 min
564


હું આવું કે ના આવું,

તમે તમારો ખ્યાલ રાખજો.


આ બહુરંગી જિંદગીની ઘટમાળમાં,

જીવન ગોતે ણ ચડે ખ્યાલ રાખજો.


આ કાગળના પૈસાની આંધળી દોટમાં,

કોઈ ગરીબની હાય ન ચડે ખ્યાલ રાખજો.


ફૂલોથી ભરેલા ઉપવનને પામવામાં,

પોતાનું ફૂલ ના મુરઝાય ખ્યાલ રાખજો.


જગતમાં પ્રેમ બધે જ મળશે,

માની મમતા ના જાય ખ્યાલ રાખજો.


આ જીવન સાગરમાં મોતી ગોતતા,

જીવન જળમાં ન જાય ખ્યાલ રાખજો.


ઝુંપડા તોડી મહેલ બાંધવામાં,

સુખ ક્યારેય નહિ મળે ખ્યાલ રાખજો.


મળે છે સુખ ઘણું જગતમાં,

પણ સાચી શાંતિ ક્યાં ? ખ્યાલ રાખજો.


મળશે દોલત લાખો જગતમાં,

મા-બાપ પાછા નહિ મળે ખ્યાલ રાખજો.


અહીનું કરેલું અહિયા જ નડશે,

એટલું બધાય ખ્યાલ રાખજો.


મળે છે મોકો સપના પુરા કરવાનો,

કોઈના સપના ન તૂટે ખ્યાલ રાખજો.


હું આવું કે ન આવું,

તમે તમારો ખ્યાલ રાખજો.



Rate this content
Log in