STORYMIRROR

Ganga Sati

Classics

2  

Ganga Sati

Classics

ગુપત રસ આ જાણી લેજો

ગુપત રસ આ જાણી લેજો

1 min
13.8K


ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!

જેથી જાણવું રહે નહિ કાંઈ,

ઓઘ રે આનંદના કાયમ રહે,

ને સેજે સંશય બધા મટી જાય... ગુપત.


શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,

માયલું મન ફરી ઊભું ન થાય;

કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,

જેથી જનમ મરણ સહેજે મટી જાય... ગુપત.


પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,

તો તો પચરંગી પાર જણાય;

જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,

ભાવ કભાવ મનમાં નહિ થાય... ગુપત.


મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,

ભજન કરો ભરપૂર,

ગંગા રે સતી એમ બોલિયાં રે,

વરસાવો નિર્મળ નર... ગુપત.


Rate this content
Log in

Similar gujarati poem from Classics