ગુજરાત ને સલામ
ગુજરાત ને સલામ

1 min

11.7K
ઉત્તરે ઉભો ગૌરવવંતો હિમાલય,
ને દક્ષિણે લહેરાતું સંજાણ બંદર,
પોરબંદરના વાણિયે મચાવ્યો તરખાટ,
રજવાડાંઓને એક કરનાર સરદારનો તરખાટ,
ભારતરત્ન મોરારજી દેસાઈ, આપ્યા ગુજરાતે,
મફત કન્યા કેળવણી આપી ગુજરાતે,
વિધવાને સહાય કરતી ગુજરાત,
બેટી બચાવો અભિયાન ચલાવે ગુજરાત,
૧૦૮ની સુવિધા આપનાર ગુજરાત,
આદિવાસીઓને ગળે લગાડતી ગુજરાત,
નર્મદાના નીર છલકાવતી ગુજરાત,
કોરોના સામે શિસ્તબદ્ધ લડતી ગુજરાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
મારી વહાલી ગુજરાત ને સલામ,