STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

ગોવિંદો પ્રાણ

ગોવિંદો પ્રાણ

1 min
581


ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે,

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે…

રાણોજી કાગળ મોકલે રે દેજો મીરાં ને હાથ,

સાધુની સંગત છોડી દિયો તમે, વસો અમારે સાથ…

સાંઢવાળા સાંઢ શણગારજે મારે જાવું સો સો કોસ,

રાણાજીના દેસમાં મારે જળ રે પીવાનો દોસ્…

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગ બે રંગી હોય,

ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…

મીરાં હરિની લાડલી રે, રહેતી સંત હજૂર,

સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દુર…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics