STORYMIRROR

Meerabai Sant

Classics Others

0  

Meerabai Sant

Classics Others

ગોવિન્દો પ્રાણ અમારો રે

ગોવિન્દો પ્રાણ અમારો રે

1 min
271


ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ

કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ

સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ

રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ

અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics