ગો કોરોના
ગો કોરોના
આવ્યું આ કોણ અજાણ્યું વણનોતર્યું મારા દેશમાં !!
કોણે આમંત્ર્યું એને મારા દેશમાં !!
નથી લખી કોઇ કંકોત્રી એને કે ન આપ્યું આમંત્રણ એને...
કેમ આવ્યું છે મારા દેશમાં ?
'અરે, મેં બોલાવ્યું છે આવવા દે' ... મને એવું પણ કહ્યું નથી કોઈએ મારા દેશમાં ...
"અતિથિ દેવો ભવ:" ની પ્રણાલી છે તો ખરી મારા દેશમાં .. પણ .... આ નથી આવ્યું કોઈ અતિથિ બની, આવ્યું છે બધાની તિથિઓ બગાડવા મારા દેશમાં ...
આખાય દેશની બધી સમસ્યાઓ સોલ્વ કર્યા વગરની બાજુ પર મૂકાવીને આજે તું છે મસમોટી સમસ્યા મારા દેશમાં ...
જો તારા આવવાથી બધાએ પોતાના ઘરનાં, પોતાનાં વિસ્તાર, શહેર, રાજ્ય, અને મારા દેશનાં દરવાજા થયા બંધ .... બધા જા જા ... કરે છે એ પણ નથી ખબર પડતી શું !
p>
અતિથિ રહેવા આવે ત્યારે થોડા સમય પછી એમને પણ ખબર પડે છે કે હવે જવું પડશે....
પણ અહીં તો તારૂ કોઈ આદર સત્કાર કરતાં જ નથી ઉલ્ટા બધા સાથે મળીને તને 'કાઢવા'નાં જ પ્રયત્નમાં છે ...
મને એટલી તો ખબર પડી ગઈ કે તું અતિ બેશરમ છે પણ આ તો હદ થાય છે કે બધા દરવાજા મોં પર બંધ કરે છે તો પણ બેઠું છે મારા દેશમાં !
કેટલાય દેશો ને તે ઘુંટણીયે પાડ્યાં ....
હવે નહીં ચાલે તારી દાદાગીરી મારા દેશમાં ....
જા ...નીકળ... બહુ થયું હવે...
નિર્દોષોનાં જીવ લેનાર.. મને આવી ગયા છે એંધાંણ, નથી તારુ આયુષ્ય બહુ હવે આ વિશ્વમાં...
બીજાનું બગાડનાર હવે તું પોતાનું રાખ ધ્યાન...
ભાગી જા નહીં તો થાશે બહુ બુરા હાલ આ વિશ્વમાં.