STORYMIRROR

Jon Patel

Inspirational

2  

Jon Patel

Inspirational

ગાંડો બન્યો ડાહ્યો

ગાંડો બન્યો ડાહ્યો

2 mins
2.6K


થોડા સમય પહેલા શોલાપૂર અેક મિટીંગ પુરી કરી નિકળતો હતો. ત્યાં જ અંડર બ્રિજ ઉપર જુના મિત્ર 'વાલા કાક‍ા' પર નજર પડી પોતાની મસ્તીમાં અને કુતરાઅોની ફોજ લઈને જતા મારા મિત્ર સાથે વાતો વાતોમાં અેક કલાક કાઢી નાખી. અામ તો વાલાકાકાની ઉંમર સીત્તેર વર્ષ હશે પણ પોતાની અેક જ મસ્તીમાં જીવવાના ક‍ારણે લોકો તેને ગાંડો કે પણ અમારી અનેરી મિત્રતા. પાંચ- છ શર્ટ ઉપરા ઉપર પહેર્યા હોયને મિનિમમ બે પેન્ટ. પણ કુતરાઅોનો અે કિંગ માણસ, કોલોનીના કુતરાઅો અેમના પરિવારજનો. ખાવાનું પણ કુતરાઅોને ખવાડ્યા પછી. સુવા કોઈ જગ્યા નથી પણ ત્રણ કુતરો અને ચોથા વાલાકાકા.

અેકાદ વર્ષ પછી મળ્યા પણ મને અોળખી તરત ગયા (વાતનો થોડા અંશો) વાલાકાકા: તમેતો મેડિકલ વાળા શેઠને...  હું: હા, બરાબર યાદ છે તમને (જેને લોકો ગાંડો કહે છે અે માણસની માનવતા તો જુઅો) વાલાકાકા: શું  જોન ભાઈ, તમારા માટે ચા લઈ આવું. હું: ના હમણા જ પીધી. મેં પુછ્યું ખિસ્સામાં કેટલા રુપિયા છે વાલાકાકા: કે વીસ પડ્યા છે. (ઉદારીતો અેની જ) (મેં પાકિટમાંથી પાંચસો રુપિયા કાઢીને આપ્યા) વાલાકાકા: તો કે મારી પાસે વીસ રુપિયાતો છે, આને શું કરવા. હું: પછી કામ આવશે. વાલાકાક‍ા: અેક કામ કરીઅે તમારા અા પાંચસો રુપિયાના કુતરાને બિસ્કીટ ખવડાવી દઈઅે. બંને નું રઈ જાય...  હું: કાકા અેકાદું ગીત તો ગાઓ... વાલાકાકા: "ન હિંદુ બનેગા ન મુસલમાન બનેગા ઈન્સાન કી અ‍ૌલાદ તું ઈન્સાન બનેગા; માલિકને હર ઈન્સાન કો ઈન્સાન બનાયા.. તું હિદું બનેગા કી મુસલમાન બનગા.." હું : વાહ...વાહ...વાહ...(હ્રદય દ્રવી ઉઠ્યું.) સમાજમાં લોકો મારું મારું કરી જીવી રહ્યા છે ને આ ગાંડાઅો સમાજના ડરે પરમાર્થ કરી રહ્યા છે. આ ગાંડાને પણ ખબર છે વસુધૈવ કુટુંબકમ...

મને આ સમયે મનમાં પ્રશ્ન થયો કે 'આપણે (આજનો સમાજ) પ્રગતિ કરી રહ્યો છે કે અધોગતી?' 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational