STORYMIRROR

Shaishav Bhagatwala

Inspirational Classics

3  

Shaishav Bhagatwala

Inspirational Classics

દેશ પરદેશ

દેશ પરદેશ

1 min
26.2K


પહેચાન છે આપણી આપણા દેશથી,

માન થાય છે આપણને ત્રિરંગા વેશથી.

જાત-જાતની સંસ્કૃતિ અને જાત-જાતના લોકો,

રહીએ છે ભારતમાં આપણે પુરા એશથી.

યાદ આવે છે દેશ ભારતીયોને પરદેશથી,

કેમ કે દુર છે એ પોતાના ભારત દેશથી.

નથી મળતી પોતાની સંસ્કૃતિ ત્યાં,

કે નથી મળતા પોતાના લોકો ત્યાં.

ગુજાર્યું હતું અહીં પોતાનું "શૈશવ" પુરા મોજથી,

પરદેશમાં તો રહે છે જાણે કોઈની નજરકેદથી.

નથી ઉજવાતા તહેવારો ત્યાં પુરા જોશથી,

કેમ કે દુર છે એ પોતાના ભારત દેશથી.

આતુર છે એ લોકો પોતાના દેશ અને સ્વજનોને મળવા માટે,

વહે છે આંસુ પાણીની માફક પુરા જોરથી.

ભારતમાં તો છે નદી-નહેર અને સાગર "શૈલ",

ઘેરાયેલું છે પરદેશ ઉંચી ઉંચી ઈમારતોથી.

પહેચાન છે આપણી આપણા દેશથી,

માન થાય છે આપણને ત્રિરંગા વેશથી.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Shaishav Bhagatwala

Similar gujarati poem from Inspirational