STORYMIRROR

Bhavesh Dabhi

Inspirational

4  

Bhavesh Dabhi

Inspirational

દેશ મારો

દેશ મારો

1 min
955

દેશ મારો આજે ક્યાં જઈ રહ્યો છે,

યુવાન દેશનો આંધળો થઈ રહ્યો છે


ક્કયાં થાય છે સત્તા મેળવવા રાજકારણ,

તો ક્યાંક બળાત્કાર પર રેલીઓ કરી રહ્યો છે,

દેશ મારો આજે ક્યાં જઈ રહ્યો છે !


યુવાનોની યુવાની આજે વેડફાઇ ગઇ છે, 

વોટસએપ ફેસબુક ને ઈન્સ્ટામાંજ યુવાની રઈ ગઈ છે,

પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ રહ્યો છે,

દેશ મારો આજે ક્યાં જઈ રહ્યો છે !


ક્યાંક લડાવે નાત જાતના ભેદભાવથી,

તો ક્કયાંક ધર્મના નામે ઢોંગ થઈ રહ્યો છે, 

દેશ આખામાં બધે નકામો કોમવાદ ફેલાઇ રહ્યો છે,

દેશ મારો આજે ક્યાં જઈ રહ્યો છે !


અન્યાય બધા થાય જગતના તાત ખેડુતોને 

સામાન્ય માણસ એ બધુ ભોગવી રહ્યો છે, 

તો લોન લેનાર વિદેશમાં જઈ મોજ કરી રહ્યા છે,

દેશ મારો આજે ક્યાં જઈ રહ્યો છે !


સાચો વિકાસ કરવા જરૂર છે જે યુવા ધનની 

એ યુવાન આજે એકબીજા હારે જ લડી રહ્યો છે,

મિત્રતાની ભાવના હવે યુવાન ખોઈ રહ્યો છે, 

દેશ મારો આજે ક્યાં જઈ રહ્યો છે !


હાલત જોતા લાગે છે દેશની હવે કે મિત્રો,

સોને કી ચિડીયા કેવા'તો મારો દેશ,

ખાલી કિતાબી વાતોમા રહી ગયો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Bhavesh Dabhi

Similar gujarati poem from Inspirational