શું વાત છે
શું વાત છે
1 min
268
આમ તો રોજ વાત થાય જ છે એની સાથે
પણ એ વાતોમાં ક્યારેક પહેલા જેવી મીઠાશ મળી જાય તો શું વાત છે...
રોજ મુલાકાત તો નથી કરી શકાતી એની સાથે
પણ ક્યારેક અચાનક રસ્તા પર એ મળી જાય તો શું વાત છે...
ચા તો રોજ મળે છે એના એ જ સમય એ હજી પણ
પણ એ ચા માં ક્યારેક એની યાદ ભળી જાય તો શું વાત છે...
જોઈ તો નથી શકતો હું એને દુઃખી એક પણ ક્ષણ માટે
પણ એનો હસતો ચહેરો ક્યારેય ન ભૂલાય તો શું વાત છે...
આમ તો હતાં ઘણા વાયદા કરેલ જીવનનાં સાથે
પણ હવે એમાંથી એકાદ વાયદો પણ પૂરો થઈ જાય તો શું વાત છે...
અભરખા નથી ઝાઝા હવે જીવવાના પણ એ દોસ્ત
અરથી પર એક ગુલાબ એનું આવી જાય તો શું વાત છે...
