STORYMIRROR

Jagat Patel

Inspirational Others Classics

2  

Jagat Patel

Inspirational Others Classics

ચાલને..

ચાલને..

1 min
13.1K


ચાલને કાંઈક નવું લાવીએ..

થોડો સ્નેહ થોડો પ્રેમ વાવીએ..

હ્રદયને આમ સાવ કોરું ના કરી,

થોડા પ્રેમ તણા પુષ્પો સજાવીએ..

જવાની આમ ચાલી જવાની..

બચપણમાં આંટો મારી આવીએ..

કારણ સાથે સૌ કોઈ મળે છે..

વિના કારણ રમઝટ જમાવીએ..

પ્રેમના નામે રડાવી જાય છે..

આવ તો એકાદ દિલને હસાવીએ..

પોતાના રીસાઈ જાય એ કેમ ચાલે..!

એક નાની સમજણથી મનાવીએ..

જીવ જગતને જગદીશની સમજ..

એક એક માનવ મને અપાવીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational