બસ, વ્યવહાર સચવાતા
બસ, વ્યવહાર સચવાતા
માણસની ના પડી કોઈને,
અહીંયા તો વ્યવહાર સચવાતા.
સાવ ભુખ્યાજનની પાછળ,
ભારેભારે ભંડારો ભરાતા.
અહીંયા તો વ્યવહાર સચવાતા.
પીડા સમયે ના સાથ દીયે.
સ્મશાને સહું ઊભરાતા,
અહીંયા તો વ્યવહાર સચવાતા.
રજા ન લીધી... સેવા ન કીધી,
કારજમાં મિષ્ટાન્ન ખવાતા,
અહીંયા તો વ્યવહાર સચવાતા.
ખોટા આસું ને નકલી પોકો,
જાણે ઉત્સવ ઉજવતા દંભી લોકો,
મુઆ સ્હેજેય ન લજવાતા,
કેમકે...
અહીંયા તો ફક્ત વ્યવહાર સચવાતા.