STORYMIRROR

Bhiren Pandya

Inspirational

4  

Bhiren Pandya

Inspirational

આભને કાયમ ઝઘારા

આભને કાયમ ઝઘારા

1 min
400

 આભને કાયમ ઝઘારા હોય છે,

આંખને ગમતાં સિતારા હોય છે,


હોય જો આકાશમાં કાળાશ તો,

નામનાં સૂરજ દિદારા હોય છે,


થાય ઝાઝી વાયદામાં ચૂક જ્યાં,

ત્યાં થતાં મનનાં કિનારા હોય છે,


આવવાની ખેમનાં ઓછી ભલે,

ગામડામાં આવકારા હોય છે,


જીવતે જી લ્યો ' સમાધિ ' તો ખરું,

સાધુ નામે પણ ધુતારા હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational