STORYMIRROR

Vinod Vaghela

Inspirational

3  

Vinod Vaghela

Inspirational

આ'તો કેવી આઝાદી

આ'તો કેવી આઝાદી

1 min
195

માણસ મા'ણે મોજ, પે'લા પાંજરામાં પુરાયેલા પંખી ને નિહાળી,

એ'તો વિચારે આ'તો કેવી આઝાદી,


પીરસાતું પંગતમાં પ્રેમથી ભોજન, હતો એકતા કેરો આનંદ,

હવે આવ્યા ડાઇનિંગ ટેબલ, આ'તો કેવી આઝાદી,


હતું એ ગામડાનું ઘર જાણે, પૃથ્વી કેરું સ્વર્ગ,

કમાણી ખાતર આવ્યા સહેર, આ'તો કેવી આઝાદી,


સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતા સચવાયેલ હતી 'મા' કે'રી ભાષામાં,

હવે આવ્યું મીડીયમ ઇંગલિશ, આ'તો કેવી આઝાદી,


હતું એ બાળપણ જ્યાં સૂતા ખાટલા ઢાળીને ફળિયામાં,

હવે આવ્યા બેડ રૂમ, આ'તો કેવી આઝાદી,


આનંદ તો હતો એ ટીવીમાં, જેમાં હાલતું સ્ટેશન એક ને જોતો આખો પરિવાર,

હવે આવ્યા સેલ્ફ ફોન, આ'તો કેવી આઝાદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational