Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Inspirational

5.0  

Kalpesh Patel

Inspirational

અનાયસે

અનાયસે

2 mins
2.3K


આજે હું સુરતથી મારી દીકરીને પહેલીવારનાં આણા પછી તેના સાસરે વળાવવા મારી કારમાં મુંબઈ જતો હતો,. અનાયસે મારી આજથી પચીસ એક વરસ પહેલાની ઘટના યાદ આવી ગઈ. "ફ્લાયિંગ રાણી"ની તે સફરને તો એક જમાનો થયી ગયો હતો, તે દિવસની ઘટના ક્રમ એક ચલચિત્ર ને જેમ માનસ પટ પર ચાલુ ગયો હતો.

તે સમયે હું રોજ સુરત મુંબઈ નોકરી માટે જતો આવતો. તે દિવસની ફ્લાયિંગ રાની તેની તેજ ઝડપથી રસ્તાના નાના ગામડાઓના સ્ટેશન ખેડતી. વલસાડ પહોચી ત્યારે ટ્રેનના પૈડાંની ચિખથી, કારતક માસની વહેલી સવારની હાડમારી પછી પકડેલી ટ્રેનમાં મને આવેલું જોકું છૂટયું. બારીની બહાર નજર પડતાં જોયું તો એક એક બાપ તેની દિકરીને વળાવવા આવ્યો હોય તેમ લાગયું,તેનું મજબૂત શરીર અને કપડાંથી કોઈ ખેડૂત હોય તેમ લાગ્યું. મારી સીટ પાસેની બારી પાસે તે લોકો હતા એટલે બાપ દિકરીનો વાર્તાલાપ પણ મને સ્પષ્ટ સંભળાયો. કુમાર તને લેવા બોરીવલી આવી જશે. આ ભડવીરની ઓળખ તેની અકડિયા મૂછોમાં છતી થતી હતી.. તેની આંખોમાં કેટલાય તોફાનો વટાવીને વહેતાનીર તેની મૂછોને પણ વટાવવાની તૈયારીમાં હતા, તેથી ખોખાંરો ખાતા વાંકી ગર્દને પાઘડી ના છેડે આંસુ લૂછતા બોલ્યો બાપના ખોરડાની આબરૂ રાખજે, અને ઉતરતા વેત કુમારથી ફોન કરાવજે બેટા.

પ્લેટફોર્મના આછા ઉજાસની દોઢ મિનિટના ફ્લાઈંગ રાણી ટ્રેનનાં તે રોકાણમાં, હું બાપ- બેટીને જોઈ રહ્યો. ભલભલા દુકાળમાં પણ અડિખંભ રહેતો "જગત નો તાત", આજે વિવશ હતો હતો.!.આજે તેની દિકરી સાસરે જાય..છે તેથી એ મરદની આંખો માથી શ્રાવણ-ભાદરવો વરસતો હતો..બાપુ તમે હવે જાવ. તમે તમારો ખ્યાલ રાખજો.. હો, મારી જરાય ચિંતાના કરશો..!! દિકરી પણ બાપને શાંતવના આપતી હતી.

મે સૌમ્યતા દાખવતાં મારી સીટ તેને આપી,બારીમાંથી લાંબાયેલ તે બાપના હાથ દીકરીને મૂક આશિષ પાઠવતા હોય તેમ લાગયું.અને એ ડૂસકાં લેતો ભડવીર ટ્રેને વલસાડનું તે પ્લેટફોર્મ વટાવ્યું ત્યાં સુધી ઉભેલો દેખાયો. . ત્યા સુધી દિકરીની આંખમા આંસુ ન હતા.એ વાતની મે બરાબર નોંધ લેધીલી.. અને તે દિવસે મને ફ્લાયિંગ રાણીના ફરતા પૈડા તે નવોઢાના પ્લેટફોર્મ ઉપર ઉભેલા બાપની છાતી ચચીરતાં હોય તેમ લાગ્યા હતા.

બસ..એ પછી થોડી ક્ષણોમાં "શિગ-ચણા", "સૂકી ભેળ" અને:" વડા-પાઉં"ના ફેરિયાની રાડો વચ્ચે એ ઓગણીસ-વીસ વર્ષની નવોઢા સામે જોયું. સખત રીતે ભિડાયેલા હોઠો હેઠળ,એ દિકરી મુગા ડૂસકાં લેતી રડતી હતી..મને ધણી ઈચ્છા થઈ આવી કે તેને હું, સાંત્વન આપુ, એને રડતી અટકાવુ.. પણ તેમ હું કરી ન શક્યો..મારી આંખો પણ આ દ્રશ્ય જોઈને તેના રડવાનું કારણ શોધતા ફરી જોકે ચડી ગઈ હતી.. બોરીવલી સ્ટેશન આવતા મે એ અશ્રુ ભીની નવોઢાને એક સવાલ પૂછ્યો.

"..તારા બાપુ તને વળાવવા આવ્યા ત્યારે તો..તુ રડતી નહોતી..હવે પછી કેમ અવિરત રડે છે..! તારા લગ્નમાં કોઈ જબરજસ્તી નથી ને.?" ત્યારે તેને મને એક જ વાક્ય મા જવાબ આપ્યો., "ના,..ભાઈ.. ના", ઇ તને અટાણે નૈ હમજાય..!..

"આંસુડા..પાડવા સહેલા છે..ભાઇલા, આંસુડાને ખાળવા બહુજ અઘરા.છે "

આટલું કહી એ નવોઢા, પાનેતરના છેડાંથી આંસુડાં લૂછતા પોટલું લઈ ઊભી થઈ, હવે તેની આંસુડાં પીતી આંખો બારી બહારની બીજી દુનિયાની ભીડમાં તેના ભરથારને શોધતી હતી. બાજુની સીટમાં બંધ આંખે બેઠેલી મારી દીકરીને જોતા. અનાયાસે તે નવોઢાના વહેતા આસુંનું કારણ હવે છેક આટલા વરસે આજે હું સમજી રહ્યો હતો..!!

વ્યગ્રતા સાસરે જતી દીકરી કેરી,… 

વ્યકતવે તાત ઉભળતાં અશ્રુ થકી

'ઋણાગણી' (દીકરી) :"માં-તાત" કેરી..

.વિરમી ખાળી ટપકતા નેત્ર થકી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational