Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Patel

Inspirational

5.0  

Kalpesh Patel

Inspirational

હેતનું તેડું

હેતનું તેડું

5 mins
2.3K


પાત્ર પરિચય:- ફેમિલી ૧ - લલીતાબેન - તેમના પતિ તેજસ અને તેમનો એક માત્ર પુત્ર અખિલ

ફેમિલી ૨ - હર્ષાબેન - તેના પતિ મયુરભાઈ, તેમને ત્રણ પરણેલા પુત્રો, અને એક દીકરી ઉમંગી

***

'હું કરોડોપતિ પિતાનુ ત્રીજુ કન્યાસંતાન હતી. જ્યારે તું સંસ્કારે શ્રીમંત પણ પૈસા એકત્રિત કરવામાં નિસ્પૃહ એવી વ્યક્તિની ત્રણ દીકરા પછી માનતા પછી જન્મેલ દીકરી. કેવી અજીબ વાત છે. તારા પપ્પાએ એક દીકરી થાય એ માટે માનતા રાખેલી, જ્યારે માંરા પપ્પાએ ત્રીજી દીકરીને પણ પ્રેમથીજ આવકારેલી. ધર્મ, સંસ્કાર, રીતી રિવાજ બધી રીતે અલગ એવા આપણા કુટુંબો વચ્ચે એ સમાનતા હતી કે દીકરી હોવી એ ઈશ્વરનો પ્રસાદ સમજતા.'

'હા, બેટા છે એવી વાત. આમ તો હું લલિતા અને તારા મમ્મી હર્ષા અમે બંને સ્કૂલની સખીઓ સાથે ભણેલા અને સાથે રમેલા. અને તું તો જાણેજ છે કે તારા સસરા તેજસભાઈ અને તારા પપ્પા મયુરભાઈની દોસ્તી કેવી હતી ? આપણાં બંનેના ઘર જુદા હતા પણ પરિવાર તો એકજ. એટલે તો મારા એકમાત્ર અખિલ માટે તારૂ માગું મયુરભાઈએ સહર્ષ સ્વીકાર્યું, અને ઉમંગી તેં પણ તેમાં મંજૂરી આપી અમને નિરાશના કર્યા તેમાં કોઈ પરભાની લેતી દેતી હશે. તું પરણીને અહીં મારે ઘેર આવી ત્યારે મને અને તેજસને લાગ્યું કે અમને તારારૂપમાં એક દિકરી મળી ગઈ. મને અંહી આવું લખવામાં જરા પણ અતિશયોક્તિ નથી કરવી પડતી, કારણકે તે તારા આગમન ની સાથે અમારા ઘરમાં તારી મમ્મી ના નામ પ્રમાણે "હર્ષ", અને તારા નામ "ઉમંગી" પ્રમાણે ઉમંગ અણ્યો છે.

હું મારી હર્ષાને જાણુછું, તે કદી "મરતા પણ ને મર" કહે તેવી નથી, તે હર-હંમેશ સમાધાનકારી રહેલી છે, તેને તારા ત્રણેય ભાઈની વહુઓને દીકરી ગણી તેઓ નોકરી કરે તેમાં કદી વાંધો નથી લીધો. પરંતુ આવી લાગણીસભર સાસુના પ્રેમાળ વર્તનને સમજવા અને સ્નેહથી સ્વીકારવાને બદલે ત્રણેય ભાભી સાથે મળી, પોતાને મળેલી છૂટને લીધે પરિવાર માટે સમસ્યા ઊભી કરી. તારા પપ્પા અને મમ્મીને એકલા ભગવાન ભરૂસે છોડી, જુદે જુદે ઠેકાણે રહેવા ચાલ્યા ગયા."

આ ચિઠ્ઠી તું વાંચતી હોઈશ ત્યારે તને થતું હશે કે સાથે એક છત હેઠળ રહેતા લલિતામાસી એ ચિઠ્ઠી શું કામ લખી ? તેઓ રૂબરૂમાં કેમ વાત કરવાનું ટાળ્યું ? પણ હું તારી આંખને ભીની થતાં જોઈ નહીં શકું, માટે ચીઠ્ઠી લખેલી છે. હવે તને જેના માટે ચિઠ્ઠી લખી છે એ મુદ્દો કહું. છેલ્લા વીસેક દિવસથી તારી સ્તિથિ કેટલી નાજુક છે તે હું અનુભવું છું. મયુરભાઈને એટેક આવ્યો એ સમયે અખિલ અને તેજસ બંને બિજનેસ ટુરમાં હતા. હર્ષાનો ફોન આવતા મે તને જાણ કરી અને આપણે હિંમત કરી તેમને ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા. પછી તારા સસરા તેજસને ફોન કરી આપણે બોલાવ્યા. મયુરભાઈને બાયપાસ કરાવી પડી. તેં ખરેખર તારા પપ્પાની ખડેપગે સેવા કરી.

હવે પાંચ દિવસ હોસ્પિટલથી છુટ્ટી આપી એટલે મયુરભાઈ તેમના ઘરે ગયા. ઉમંગીબેટા તેં તારા પિતાની સેવા સાથે ઓફિસ અને ઘરની જવાબદારી પણ ખૂબ સરસ રીતે ઉપાડી લીધી છે. હું એ પણ જાણું છું કે તું છેલ્લા કેટલાય સમયથી ગજા બહારનું કામ સંભાળી રહી છે. હું પણ મયુરભાઈ અને હર્ષાની ચિતામાં છું અને તેથી ચોવીસ કલાક તને માનસિક પરિતાપ રહે છે. તારું આવા સમયે તારી મમ્મી અને પપ્પા સાથે પણ રહેવું જરૂરી બનેલ છે. હું જોઈ રહી છું કે મયુરભાઈનું ઘર ખબર કાઢવા આવતા મહેમાનોથી ભરાયેલું રહે છે અને આખો દિવસ ચા પાણી વગેરે ચાલતુ જ હોય છે.

પરંતુ ગઇકાલથી તારા ચહેરા પર હવે થોડી નારાજગી દેખાય છે બેટા. અને એ પણ જાણું છું, કે એ નારાજગી પિતા સામે નથી. પરંતુ એકસામટા આઠ દસ મહેમાન ખબર કાઢવા માટે મળવા આવે ને એ પણ એકાદ કલાક તો બેસે જ. ખરાબપોરે આરામ કરવાના સમયે કે મોડી રાત સુધી બેસી મયુરભાઈની સામે જ બેસી જોરજોરથી વાતો કરે છે. આને લીધે મયુરભાઈને પણ પૂરો આરામ નથી મળતો તેની પણ નારાજગી છે. ખબર પુછવા આવતા લોકો, તારા પપ્પાની સામે જ એમ કહે કે 'સાચવજો હોં.. અમારી બાજુવાળાને આવું થયેલું તે ગુજરી ગયાં. કાયમ માટે ખોડ રહી ગઈ. એકજણાને તો હાર્ટએટેકમાંથી તો લકવો થઈ ગયો.રાત્રે દવા લઈને સૂઈ ગયેલા અને ઉંઘમાં જ જતા રહ્યા.' હું જાણું છું કે કઠણ કાળજાની મારી હર્ષાને આવી બધી નિરાશાવાદી વાતો પરેશાન કરે છે. હું તારા ચહેરા ઉપર તારા પપ્પા અને મમ્મી માટેની તારી ચિંતા જોઈ શકું છું.

જો બેટા, બધા લોકો સરખી સમજવાળા નથી હોતા. આ આપણા સમાજનો શિરસ્તો કે ઔપચારિકતા જ છે. કોઈના ઘરે બિમારી હોય, બાળકનો જન્મ, આર્થિક અથવા સામાજિક બાબતમાં તકલીફ આવી હોય તો ખબર કાઢવા કે મળવા જવું. ન જાય તો સંબંધી નારાજ થશે કે લોકો વાતો કરશે એ બીકે હાજરી પુરાવવાના હેતુથીયે પણ આવતા હોય. એ કારણે લોકો દૂરદૂરથી ભાડું ને સમય ખર્ચ કરીને આવતા હોય. એમની ભાવના પણ સારી હોય પરંતુ ક્યારેક સમજ ઓછી.

બેટા, તારી તકલીફનું મેં એક સમાધાન શોધ્યું છે. તુ વિચારી જોજે. આપણે તારા મમ્મી – પપ્પાને આપણાં ઘેર હમેશને માટે તેડાવી લઈ આવીએ તો કેવું ? આમેય ઉપરના બેડરૂમ ખાલી છે. તું આખી ઓફિસ સાંભળે છે એટલે તેજસ બપોર પછી તો ઓફિસ નથી જતાં અને તેઓ ઘરે જ હોય છે. બંને ભાઈબંધોને કંપની રહેશે. તથા હું અને મારી હર્ષા પણ સાથે હોઈશું તો હૂંફ રહેશે. અખિલ અને તું પણ આખો દિવસ દોડાદોડી કરીને થાકેલા રાત્રે નિરાંતે સૂઈ શકશો.

આમ આપણાં અને તારા પપ્પા મયુરભાઈના પણ મહેમાન સીધા અંહી આપણે ઘેર જ આવશે. આવનારને આપણાં મહારાજ ચાપાણી નાસ્તો કરાવશે, અને હું અને તારી મમ્મી આ બધું કેવી રીતે બન્યું એની વાત કરશું. સાથે જ ડોક્ટરે દરેકને બે મિનીટજ મળવાની રજા આપી છે એવું કહી ઉપર બેડરૂમમાં મળવા લઈ જઈશું અને બે મિનીટ મળાવીને તરત રૂમની બહાર મોકલી દઇશું. એનાથી તારા પપ્પાને પૂરતો આરામ ને શાંતિ મળશે. તારી ચિંતા દૂર થશે. આમ પણ હોસ્પિટલમાંયે આવું જ હોય છે ને ?.

બેટા, મને લાગે છે કે હર્ષા સ્વમાની છે પણ, આપણું "હેતનું તેડું" તેને જરૂર ગમશે કારણ તેને ખબર છે કે મયુરભાઈને દવા-દેખરેખ,આરામ સાથે મનગમતા મિત્રના સહવાસની પણ તેટલીજ જરૂર છે.તું જોજે તે જરૂર તારું તેડું માનશે અને આપણે ઘેર આવશે. 

બીજું તને એ કહેવાનું કે,આવતીકાલથી તારા મમ્મી અને પપ્પાની જવાબદારી મારી. તારે ઓફિસ જવાનું અને મયુરભાઈને જે શાક કે ખાવાનું ભાવતું હશે તે હું અને હર્ષા મહારાજ પાસે બનાવડાવીશું. હું અને તેજસ, નસીબદાર છીએ બેટા કે તારા જેવી દિકરી અમને મળી. તું તારી જાતને એકલી ન સમજતી. હું આશા રાખું કે હવેથી તું પહેલાની જેમ જ ઉમંગથી હસતી ખેલતી ખુશખુશાલ રહેજે અને તું પણ નસીબદાર છે, તને એક સાથે હવે બે મમ્મી અને બે પપ્પાના હેત સાથે અખિલનો સાથ મળશે અમે હવે તને ઉમંગી બનેલી જોવા માગીએ છીયે, બોલ ક્યારે જાય છે મયુરભાઈ અને હર્ષાને આપણે ત્યાં તેડાવા ?

ભલે મા, તમે કહો તેમ. "આટલું બધું વ્હાલ વહુને કદી હોતું હશે ? વરસી રહેશે તે વ્હાલ વાદળ બની મારી આંખોમાં સદા" ચિઠીનો જવાબ લખી ઉમંગી લલિતાબેનને આશીકે મૂકવા જતી હતી ત્યારે લલિતાબેને જીવનના વીખરાયેલ મોતી પરોવ્યાનો સંતોષ માણતા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational