Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Patel

Inspirational

4.8  

Kalpesh Patel

Inspirational

ઉષા

ઉષા

5 mins
1.3K


પી. ટી. ઉષા ભારતની પહેલી એવી મહિલા એથ્લિટ છે જેમણે બે દસકા સુધી દેશ-વિદેશમાં પોતાની પ્રતિષ્ઠાને સહેજ પણ ડગવા નહોતી દીધી. દોડમાં તેની સ્પીડને કારણે લોકો તેને “પય્યોલી એક્સપ્રેસ”ના હુલામણા નામે પણ બોલાવે છે.કેરળ રાજ્યમાં કાલીકટની નજીક મેલાદી “પય્યોલી” નામના ગામમાં એક ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. અહીં તેમણે ગરીબી અને બીમારીની ભયંકરતા જોઇ હતી, છતાય તેઓમાં માનવતાના મૂલ્યો ઊંચા હતા. પી. ટી. ઉષા જ્યારથી નાનાં હતાં ત્યારથી જ સ્પોટ્ર્સ માટે તેને વિશેષ લગાવ હતો. તેમની આ પ્રતિભા માટે જ કેરળ સરકાર તરફથી તેમને દર મહિને અઢીસો રૂપિયાની સ્કોલરશિપ પણ મળતી હતી. આ સ્કોલરશિપે જ તેનું મનોબળ વધાર્યું અને તેને કન્નૂરમાં બનેલી સ્પોર્ટ્સ સ્કૂલમાં ભણવા માટે એડમિશન પણ મળ્યું. આ સ્કૂલે જ તેના જીવનને નવી દિશા બતાવી અને નવાં સ્વપ્ન બતાવી તેને સાકારકરવાની પ્રેરણા આપી. પી. ટી. ઉષાની અંદર રહેલી સ્પોર્ટ્સ માટેની રુચિ અને ધગશને તેમના કોચ ઓ. એમ. નામ્બિયાર જાણી ચૂક્યા હતા. આજે આ મહાન વિભૂતિના સ્પિરિટને કલ્પનાના દોરા વડે ફૂલહાર બનાવના પ્રયાસ કરતાં આલેખાયેલી રચના પ્રસ્તુત છે ...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વહેલી સવારે ઉષા તેના કોચ નામ્બિયારે આપેલી રૂપરેખા પ્રમાણે દોડવાની પ્રેક્ટિસ માટે ઘરેથી નીકળી પય્યોલીરેલ્વે યાર્ડમાં ગઈ. પય્યોલીરેલ્વે સ્ટેશનનું યાર્ડ તેનું માનીતું સ્થળ હતું, કારણ કે અહી રાહદારી કે અન્ય વાહનોની કનડગત નહતી અને રેલ્વેના ખેલકૂડ વિભાગે અહી સરસ રનીંગ ટ્રેક બનાવેલ હતો. ઉષાદિવસમાં ત્રણ-ચાર કલાક અહી અચૂક ગુજારતી, અને તેની દોડની પ્રેક્ટિસ કરતી રહેતી. આજે દિવાળીનો શુભ દિવસ હતો એટલે ઉષાને ઘેરથી કડક સૂચના હતી કે આજે ઉષાએ ઘરના કામમાં મદદ કરવી, પરંતુ દોડવું તે ઉષાનો પ્રાણ હતો, તેના વગર તે જીવી શકે તેમ નહતી એટલે તો ઉષા આજે સવારના સાડા પાંચના સુમારે અહી દોડવા આવી હતી. ઘેરથી રેલ્વે સ્ટેશનનો રસ્તો તેણે સાઇકલ ઉપર કાપ્યો હતો, સાઈકલને રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં મૂકી લીબુના શરબતની બોટલ લઈ તે રનિગ ટ્રેક ઉપર આવી રહી હતી, રસ્તામાં રેલ્વે સ્ટાફ ક્વાટર હતા, સવારની ગુલાબી ઠંડીમાં બધા એકતો દિવાળીની રજા અને ઉપરથી મીથડી નીંદર, એમ બેવડી મોઝ માણતા સૂઈ રહ્યા હતા., આ આખોય રસ્તો ઉષા માટે નવો નહતો એટલે, તે બેફિકરાઈથી તેની માઝીલ તરફ જઇ રહી હતી. આવી નીરવ શાંતિમાં ઉષાનાકાને કોઈ બાળકીનો કણસવણો અવાજ સાંભળ્યો અને તેને અવાજ તરફ નજર નાખીતો રેલ્વે યાર્ડની “સિગનલ કેબીન” પાસે કોઈ બે હેવન એક નાદાન બાળકી સાથે અઘટિત વર્તન કરતાં હતા..

તેને નજીક જઈને જોયું તો માનવજાતિ માટે કલંકસમાન હવસલીલા આચરવાની તજવીજમાં બે છોકરાઓને જોઈ તેનું હૃદય હૃદય ખિન્ન થઇ. તેના શૂન્યમનસ્ક બનેલા મગજમાં ગુસ્સાની જ્વાળા ભડકી ઉઠી . ઉષાએ, ત્વરાથી રેલ્વે ટ્રેકની મેટલના પાથરો ઉચક્યા અને તે બે નરાધામો ઉપર આડેઘડ ફેંકવા ચાલુ કર્યા. માથું શરમથી ઝૂકી જાય અને ફિટકારની લાગણી જન્મે એવી એક કલંકિતઘટનાને અંજામ આપવાની તજવીજ કરનાર નરાધમો આ અચાનક હુમલા માટે તૈયાર નહતા. તેમાં લાલ જર્સી પહેરા એક છોકરાએ ઉષાને પથ્થર ફેકતા જોઈ એટ્લે, તે ગંદુ હસ્યો અને સાથીદારને તે બાળકીનો હવાલો આપી, તે નરાધમ ઉષા તરફ લપક્યો. પણ તેને ખબર નહતી કે તે, હવે જીવતી નાગણના દરમાં હાથ નાખાવા જઇ રહ્યો છે. તેણે છટકા બની પહેરેલી લાલ જરસી કાઢી નાખી અને ઉષા તરફ વધારે નજીક આવ્યો.

ઉષાએ વિચાર્યું કે આ, વાંસનાં’ધહરામખોરનો પાપનો ઘડો આજે ભરાઇ ગયો લાગે છે .તેને મનોમન વિચારી રાખેલ, તે મુજબ જેવો તે નિર્લજ તેની પાસે જેવો આવ્યો તરત ઉષાએ પૂર જોશથી તે નરાધમના પેટની નીચે તેના પેઢાં ઉપર જોરદાર લાત ફટકારી, અકલ્પ્ય હુમલાથી તે હેવાન હેબતાઇ ગયો, અને ટૂંટિયું વાળી નીચે બેસી ગયો.

હવે વારો હતો બીજાનો, વીજળીક ઝડપે ઉષા તેની પાસે પહોચી ગઈ, પંદર ફૂટ દૂર આવી ઊભેલી ઉષાને જોઈ, તે હેવાને બાળકીને રેઢી મૂકી, અને તે હવે ઉષાની તરફ આવવા જતો હતો, ત્યાં પંદર ફૂટની દુરીનું અંતર માત્ર બે સ્પ્રિંટમાં કાપી કાળ બની આવી ઉભેલી ઉષાની એક જોરદાર લાત તેના લમણે વાગી ચૂકી હતી, અને તે રગડી પડતો ગબડીને પડી ગયો.

વહેલી સવારે બાર વર્ષની બાળકી કુદરતી હાજતે બહાર આવી હતી ત્યારે તે ને જોઈ, આ નરધામોના મનમાં વાસનાનો રાક્ષસ ઊંફાણા મારવા લાગ્યો હતો. તેને એકલી અટુલી ભળી બંનેની આંખોમાં હવસના સાપોલિયા સળવળવા લાગ્યા. તે બંને એ તે બાળકીને પાસે બોલાવી હતી, બાળકી તો બાપડી શું સમજે ? એ તો દોડીને ગઇ મામા’ઓ પાસે. પણ... આજે સવારે આ મામાઓનું સ્વરૂપ કંઇક અલગ હતું.

ઊગતા દિવસે, અવનિ પર અંધકારના ઓળા દૂર થઈ રહ્યા હતા ત્યારે, એક માસૂમ બાળકીના જીવનમાં કાયમી અંધકાર ફેલાવવા માંગતા તે નરાધામોએ નાસમજ, અબૂધ બાળકી કંઇ સમજે તે પહેલા તેના વસ્ત્રો ઉતારી નાખ્યા હતા. પણ હજાર હાથ વાળાને આજે બીજું મંજૂર હતું, તેણે આજે ક્ષાક્ષાત દુર્ગાના રૂપમાં ઉષાને તેના રક્ષણ માટે મોકલી હતી અને ઉષાએ બંને નરાધામોનો મક્કમ સામનો કરી, તે માસૂમ બાળકીને ઉગારી લીધી હતી.

રેલ્વે લાઇન પાસે ઉષાએ દર્દભર્યું ડૂસકું સંભળાયું. ઉષા ત્યાં દોડી અને તેણે જે ર્દશ્ય જોયું તે સમગ્ર માનવજાતિને કલંક લગાડે તેવું હતું. તે નિર્વસ્ત્ર બાળકી જાણે કે, કોઇ રાની પશુના પંજામાંથી છુટી હોય તે રીતે દોડીને ઉષાને ચોંટી ગઇ. એ ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. એના શરીર ઉપર કોઈજ વસ્ત્રો નહતા. ઉષા તેનો સ્કાફ ગળેથી કાઢ્યો અને તે બાળકીને લપેટયો. ઉષાએ એક નજર નાખી તેની પાછળ બંને છોકરાઓ કળ વળતાં ઊભા થઈ આવી રહ્યા હતા, બંનેના શરીર ઉપર માત્ર ગંજી જ પહેરેલા હતા. આ દ્રશ્ય ઉષા માટે વજ્રઘાત સમાન હતું. એ સ્તબ્ધ બની ગઇ, માનવી આ હદે નીચ, અધમ, હલકોકે હવસખોર બની શકે તેવી એને કદી કલ્પના પણ ન હતી. એના પગ નીચેથી જમીન સરકવા લાગી, આંખે અંધારા આવી ગયા. પણ, વાસનામાં અંધ અને પશુથી પણ બદ્દતર બની ગયેલ તે નરાધામોને કંઇ શરમ ન હતી. ઉષાએ વધુ કઈ વિચાર્યા વગર તે બાળકીને તેના ખભે નાખી બાળકીને લઈ પય્યોલી રેલ્વે સ્ટેશને દોડતી પહોચી અને સ્ટેશન માસ્ટરની પાસે ફરિયાદ નોંધાવી. રેલ્વે પોલીસેતે બંને નરાધમોને તરતજ દબોચી લીધા, અને આકરી સરભરા કરી. આવું અધમ કૃત્ય આચરનાર બંનેને યોગ્ય સજા મળી. ભારતીય રેલ્વે તરફથી ઉષાને આ બહાદુરી બદલ પૂરા ૨૫૦૦૦ રૂપિયાનું ઈનામ મળવાનું હતું તે ઈનામની રકમ આ બાળકીના અભ્યાસ અને ઉછેર માટે અર્પણ કરી તેણે અનોખી રીતે એક માસૂમની જિંદગીમાં અંધકાર ફેલાતો અટકાવી, પ્રકાશનું પર્વ “દિવાળી” મનાવી હતી. તે દિવાળીના દિવસથી,અત્યાચારના ભોગ બાનવામાથી બચી જનાર બાળકીના માતા પિતા માટે તેમની લાડલી બાળકીના જીવનની હવે પછીની દરેક ઉષાએ હવે ખરા અર્થમાં હવે અરૂણોદય થવાનો હતો.

પૂરક માહિતી :-આજે એક દીકરાની માતા પી. ટી. ઉષાએન સ્પોટ્ર્સનો મંચ છોડ્યો નથી નહોતો. ૧૯૯૮માં જાપાનની સ્પર્ધામાં તેમણે ૪ મેડલ જીત્યાં હતા. વિદેશીમંચ ઉપર ભારતને સતત સન્માનિત કરવા બદલ ઉષાને ૧૯૮૩માં અર્જુન એવોર્ડ આપીને તેમજ ૧૯૮૫માં પદ્મશ્રી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. રમત-ગમતની દુનિયામાં તેમના મહાન યોગદાનને કારણે જ તેમને સ્પોટ્ર્સ પર્સન ઓફ ધસેન્ચ્યુરીનો એવોર્ડ ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા આપવામાં આવ્યો હતો.

ઉષા મજબૂત મહિલા છે. તેમણે અનેક પ્રકારની કઠણાઇનો સામનો કરીને નવાપથનું નિર્માણ કર્યું છે. આ જ તેમનું વ્યક્તિત્વ છે. તેઓ પોતાના દેશની દીકરીઓ માટે પણ આ જ ઇચ્છે છે કે દીકરીઓ આગળ વધે અને ભારતનું નામ રમત-ગમતક્ષેત્રે રોશન કરે. આ હેતુથી જ જુલાઇ ૨૦૦૦માં તેમણે સ્પોટ્ર્સ એકેડમીની શરુઆત કરી હતી. પી. ટી. ઉષાનું મૂળ નામ ઉષા છે, આ નામ તેમના નાનાએ રાખ્યું હતું. તેમનો જન્મ થયો ત્યારે તેમના નાનાજી એક કવિતા વાંચી રહ્યા હતા જેમાં ઉષા નામનો ઉલ્લેખ થયો હતો. આટલી ઉંમરે પણ ઉષાની અંદર ઉંમરનો થાક કે સૂસ્તી નથી જોવાં મળતાં. તે ખરા અર્થમાં પોતાના ગામ પયોલ્લીને સાકાર કરી રહ્યાં છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational