STORYMIRROR

SHAMANA GONDALIA

Inspirational Others

4  

SHAMANA GONDALIA

Inspirational Others

મા

મા

1 min
295

મમતાની મૂરત છે મા, તો સુંદરતાની સૂરત છે મા...

ખોળાને ખૂંદવા છે મા, ને દર્દની દવા યે છે મા...


દયાની દાતાર છે મા, તો દુઆ દેનાર ય છે મા...

વાત્સલ્યનું વમળ છે મા, ને ચિંતાની ચિતા છે મા...


કર્મનું કારણ છે મા, તો ધર્મની ધારયિતી છે મા...

તપને તપનાર છે મા, ને વળી સાધનાને સાધનાર છે મા...


અમૃતની આપનાર છે મા, તો અંધકારનો અજવાસ છે મા...

સ્વર્ગની સુવાસ છે મા, ને ત્યાગનું તર્પણ છે મા...


દીકરાની દોસ્ત છે મા, ને દીકરીના દિલનો દીવો ય છે મા...

સુખનો સરવાળો છે મા, ને ગરિમાને ગુણનો ગુણાકાર છે મા...


ભયનો ભાગાકાર છે મા, તો બરબાદીની બાદબાકી છે મા...

આખરે તો જગતની જરૂરિયાત છે મા...!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from SHAMANA GONDALIA

મા

મા

1 min વાંચો

Similar gujarati poem from Inspirational