HARSHAD NAYI

Children Inspirational

4  

HARSHAD NAYI

Children Inspirational

વહેંચવાથી વધે

વહેંચવાથી વધે

2 mins
3K


કલાસંગીતના તાસ દરમ્યાન શિક્ષકે વિદ્યાર્થીઓને ગીત ગાવા કહ્યું. કોઈ જ તૈયાર ન થયું. શિક્ષકે સંગીતની દુનિયાની વાતો કરી. લતા મંગેશકર, કવિતા કૃષ્ણમૂર્તિ, કિશોર કુમાર તેમજ આજના પ્લેબેક સિંગર જેવા કે કૈલાસ ખેર, સોનું નિગમ અને આપના ગુજરાતના દેશમાં ઉચ્ચ સ્થાને સફળતા પ્રાપ્ત કરનાર ઐશ્વર્યા મજમુદાર અને ભૂમિ ત્રિવેદીના વિડીયો ગીત બતાવી પ્રોત્સાહિત કર્યા. ગાયકને મળતા માન, મોભા અને ધનની વાત કરી.

વર્ગમાં થોડોક સળવળાટ થયો. વાતાવરણમાં હળવાશ થઈ. બે–ત્રણ વિદ્યાર્થીઓ ગાવા તૈયાર થયા. પણ બે-બેની જોડીમાં તૈયાર થયાં. ત્યારબાદ શિક્ષકે એક શસ્ત્ર વાપર્યું. અને જાહેર કર્યું કે, ‘જે ગીત ગાશે અને જેનું ગીત સુંદર અને લયબદ્ધ હશે તેણે દસ રૂપિયાનું ઇનામ મળશે.’ પછી તો પૂછવાનું જ શું? વર્ગમાં ગીતોની રમઝટ લાગી. જેણે જેણે વ્યક્તિગત ગીત ગાયા, તેવા વિદ્યાર્થીઓ વચ્ચે દસ રુપિયા વહેંચવાનું નક્કી થયું. શિક્ષકે નાનકડી તનુને પૈસા આપ્યા અને કહ્યું, ‘આ ગીત ગાનાર તમામ અગિયાર જણાને તું ચોકલેટ લાવીને વહેંચી દેજે.’

બીજા દિવસે શિક્ષક દસ વાગે શાળામાં આવ્યા. ત્યાંજ સામે મીઠું મીઠું હસતી તનુ આવીને ઉભી રહી. અને કહેવા લાગી, ‘લો સર આ આંઠ ચોકલેટ.’ શિક્ષકને તો ખૂબ નવાઈ લાગી, ‘બેટા ચોકલેટ તો અગિયાર વિદ્યાર્થીઓને આપવાની હતી, તું મને કેમ આપે છે? ત્યારે તનુ બોલી, ‘સાહેબ હું તમે આપેલા પૈસાની બધી ચોકલેટ લાવી હતી. વર્ગના બધા જ વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચી હતી. છતાં આ આઠ ચોકલેટ વધી. એટલે તમને આપી. ગીત ગાનાર અગિયાર વિદ્યાર્થીઓ ચોકલેટ ખાય અને વર્ગના બાકીના મારા ભાઈ-બહેન જોઈ રહે તેવું કેમ કરાય? એટલે મે બધા બાળકોને ચોકલેટ આપી.’

શિક્ષક નાનકડી તનુની વહેંચીને ખાવાની ઉદાર વૃત્તિને મનોમન વંદન કરી રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children