STORYMIRROR

PALAK NAYI

Children

3  

PALAK NAYI

Children

વહેંચીને ખાઈએ

વહેંચીને ખાઈએ

2 mins
15.3K


એક ગામ હતું. તે ગામમાં ઘણા માણસો રહેતા હતા. આ માણસોની સાથે કેટલાક પ્રાણીઓ પણ રહેતા હતા. જેમાં કુતરો, બિલાડી, ચકલી, કીડી વગેરે પશુ-પંખી અને જીવજંતુ પણ હતા. હવે એકવાર એક કીડી રસ્તા પરથી જતી હતી ત્યારે એક ચકલી એ આવીને તેને પકડી અને કહ્યું, ‘કીડી કીડી, હું તને ખાઈ જઈશ, મને ખુબ જ ભુખ લાગી છે.’ ત્યારે કીડી રડતા રડતા બોલી, 'ચકીબેન ચકીબેન તમે અમને ખાસો તો પણ તમારું પેટ નહિ ભરાય કેમ કે હુતો સાવ ભુખી છું.’ આ સાંભળી ચકલીને દયા આવી અને તેણે કીડીને છોડી દીધી.

ચકલી ત્યાંથી આગળ ગઈ એટલામાં જ એક બિલાડીએ તેને પકડી પાડી. બિલાડી કહે, ‘ચકલી ચકલી હું તને ખાઇશ. મને બહુ ભુખ લાગી છે.’ ત્યારે ચક્લી બોલી, ‘બીલ્લીબેન બીલ્લીબેન, તમે મને ખાસો તો પણ તમારું પેટ નહિ ભરાય. કેમકે હું સાવ ભુખી છું.’ આ સાંભળીને બિલાડીને ચકલીની દયા આવી તેણે ચકલીને છોડી દીધી.

બિલાડી ત્યાંથી આગળ ગઈ. તે એક ઘરમાંથી બીજા ઘરમાં જવા જતી હતી, ત્યાજ મોતિયા કુતરાએ તેને પકડી અને કહ્યું, ‘બિલ્લી બિલ્લી હું તને ખાઈ જઈશ, મને બહુ ભુખ લાગી છે.’ ત્યારે બિલ્લી બોલી, ‘કૂતરાભાઈ કૂતરાભાઈ તમારે મને ખાવી હોય તો ખાવ પણ મને ખાવાથી તમારું પેટ નહિ ભરાય. કેમ હું તો સાવ ભુખી છું.’ આ સાંભળીને કુતરાને બિલ્લીની દયા આવી. તેણે બિલ્લીને છોડી દીધી.

કુતરો ત્યાંથી આગળ ચાલ્યો એટલામાં જ તેણે એક અવાજ સંભળાયો, ‘લે મોતિયા લે રોટલો.’ આ સાંભળી કૂતરો તો અવાજની દિશામાં દોડી ગયો. ત્યાં એક ડોશીમાંએ બાજરીનો આંખો રોટલો તેને આપ્યો. આખો રોટલો જોઈ કુતરો ખુશ થઈ ગયો. થોડો રોટલો ખાધા પછી કુતરાને બિલ્લી યાદ આવી. તેને થયું આંખો રોટલો તો મારાથી ખવાશે નહિ, પણ પેલી બિલ્લી બિચારી ભુખી હતી. લાવ અડધો રોટલો બિલ્લીને આપું.’

આમ કહી તેણે અડધો રોટલો બિલ્લીને આપ્યો. રોટલો જોઈને બિલ્લીને પણ એ જ વિચાર આવ્યો કે, ‘આટલો રોટલો મારાથી ખવાશે નહિ, પણ પેલી ચકલી બિચારી ભુખી છે, લાવ થોડોક રોટલો ચકલીને આપું.’ આમ વિચારી તેણે થોડોક રોટલો ચકીને આપ્યો. ચકલી પણ બિલ્લીએ આપેલો રોટલો જોઈ ખુશ થઈ ગયું. તેણે પણ થયું કે આટલો રોટલો મારાથી ખવાશે નહિ, પણ પેલી કીડી બિચારી ભુખી હતી, તો લાવ થોડો રોટલો કીડીને આપ્યું. આમ વિચારી તેણે થોડોક રોટલો કીડીને આપ્યો.

આમ સંપથી રહેવાથી બધાનું રક્ષણ પણ થયું અને પોષણ પણ થયું. એટલે જ તો કહેવાયું છે કે, ‘સંપ ત્યાં જંપ.’


Rate this content
Log in

Similar gujarati story from Children