વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે
અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં એક ચારજણાનો ભારતીય પરિવાર રહે. પરિવારમા માતા-પિતા અને એમનાં દસ અને આઠ વર્ષની વયના બે દિકરાઓ. પરિવારમા માતા પિતા બન્ને જોબ કરે. વિદેશમાં મોઘી રહેણીકરણીને કારણે ઘરમાં પતિ-પત્ની બન્નેએ કામ કરવુ પડતુ હોય છે. અને વત્તા ઘરકામ પણ પોતપોતાનુ જાતે જ કરવાનુ હોય છે. ત્યાં કામવાળા ખૂબ જ મોંઘા અને મહા મહેનતે મળતા હોય છે. તો ઘરની તમામ જવાબદારીઓ પોતે પોતાના ખર્ચે જ કરવાની હોય છે.
રીટા-અમોલ પટેલ દંપતિ ખૂબ મહેનતુ હતું. વિદેશમાં રહીને પણ પોતાના સંસ્કારનું સિંચન દિકરાઓમાં કરેલું. આનંદ અને ઉમંગ પણ સમજણા અને પ્રેમાળ છોકરાઓ હતા.
અમેરિકામા 'વેલેન્ટાઈન્સ ડે' ને ખૂબ સારી રીતે બધા ઉજવતા હોય છે. માટે વેલેન્ટાઈન્સના એક મહિના અગાઉ પરિવાર એક સન્ડેનાં ભેગો થયો. મુદ્દો હતો આ વખતે વેલેન્ટાઈન્સ ડે કેવી રીતે ઉજવવો? એ લોકો બધા ફેસ્ટિવલ કે સેલિબ્રેશન્સ અગાઉ એક નક્કી બજેટ પ્રમાણે તૈયારી કરતા. આ વખતે અમોલભાઈ એ કહ્યુ કે, બજેટ ટાઈટ છે, લાસ્ટ બે મહિનાથી ભારત એમના પપ્પાના ઈલાજ માટે પૈસા મોકલ્યા હોવાથી આવતા બે મહિનામા એક્સટ્રા ખર્ચા પોસીબલ નથી!" છોકરાઓ આ સાંભળીને હતાશ થઈ ગયા. કારણ કે દર વર્ષે એ લોકો ચારેય ખૂબ સરસ રીતે આ દિવસ ઉજવતા. એકબીજાને ગમતી ગીફ્ટસ અને સાથે ડીનરનો આનંદ અલગ જ રહેતો.
છોકરાઓ નિરાશ તો હતા પણ એમણે થોડીવાર ઘુસપુસ કરીને એક નાનકડો સૂજાવ આપ્યો. મોટા આનંદે કહ્યુ કે, 'અમે બન્ને ભાઈઓ અમારી રીતે મહેનતથી કંઈ ફન્ડસમાં હેલ્પ કરીએ તો?' નાની ઉંમરે થોડો મોટો પ્રશ્ન બન્ને એ માતા-પિતા સમક્ષ મૂકેલો! પણ અમેરિકામા છોકરાઓ કંઈક કરવા ઈચ્છે તો મા બાપ ટોકતા નથી! ઉલ્ટા એમને અનુભવ થશે અને પારિવારિક ભાવના વધશે એ ધ્યેયથી માતાપિતાએ હા પાડી દીધી! અને બધા રાતનું ભોજન કરી પોતપોતાના બેડરૂમ તરફ ચાલ્યા ગયા.
આ બાજુ માતાપિતા પણ 'વેલેન્ટાઈન્સ ડે'ની ઉજવણીને ગુમાવા માગતા નહોતા. જો છોકરાઓ પ્રયાસ કરતા હોય તો પોતે પણ પ્રયાસ કરશે એમ વિચારે છે. આશરે ૪૦૦ ડોલરનો ખર્ચો થાય એવી શક્યતા હતી. માટે પટેલ દંપતિએ આવનારા ત્રણ અઠવાડિયા ટેકસીના બદલે ચાલીને કામ પર જવાનું નક્કી કર્યુ. ઓફિસ ઘરથી દોઢ કી.મી.જ દૂર હતી. સવાર સાંજનાં બન્નેનાં મળીને ત્રણ ત્રણ કી.મી અને ટોટલ છ કી.મી.નાં ડેઈલીનાં હિસાબે સો-સો ગણતા ટોટલ બસો ડોલર એ લોકો ત્રણ અઠવાડિયામા સેવ કરી શકે. આમ કરવાથી શારિરીક તંદુરસ્તી પણ જળવાઈ રહેશે.
બીજા ૨૦૦ ડોલર રીટા બહેન થોડા નાશ્તા બનાવીને બન્નેના ઓફિસના કર્મચારીઓને વહેંચવાની કોશિશ કરશે જેથી હિસાબનો મેળ પડી જાય.
હવે બન્ને ભાઈઓ એ સ્કૂલમાં ફન્ડરેઝર કરીને પૈસા ભેગા કરવા એવુ નક્કી કર્યુ." ફન્ડરેઝરએ ત્યાંની સ્કૂલ્સમાં છોકરાઓને કોઈ પોતાની નાની નાની જરૂરત કે ચેરીટી અર્થે ભંડોળ ભેગું કરી શકે એ માટે હોય છે. એના માટે છોકરાઓ એ સ્કૂલને પ્રપોઝલ આપી અને પરમીશન મળતા ફન્ડરેઝર કરી શકતા હોય છે. બન્ને ભાઈઓ એ પ્લાન તૈયાર કર્યો અને અડધા ડોલરની ચોકલેટ એક ડોલરમા પોતાના બ્રેકનાં સમયમાં વહેંચવાની એવુ નક્કી કર્યુ. સમય હતો ત્રણ અઠવાડિયાનો. થોડા મિત્રો પણ મદદે જોડાણા.
પહેલું અઠવાડિયું બધું જ પરિવારનું બરાબર ચાલ્યું. પણ બીજે અઠવાડિયે ઉતાવળમા ઓફિસથી ચાલતા આવતા રીટા બહેન પડી ગયા. એમને પગમાં ફ્રેક્ચર આવ્યું અને બે અઠવાડિયા પથારીમાં જ આરામ કરવાનું થયું. આ બનવાથી અમોલભાઈ અને છોકરાઓ હતાશ થઈ ગયા. રીટાબેનને ખૂબ દુઃખ હતુ પણ કશું કરી શકે એમ નહોતા.
છોકરાઓ પોતાનાં ફન્ડરેઝરમાં ધ્યાન આપતા અને અમોલભાઈ એ ચાલીને ઓફિસ જવાથી ૧૦૦ ડોલર બચશે તો છોકરાઓને કંઈક ગીફ્ટ આપશે એવું વિચાર્યુ.
'વેલેન્ટાઈન ડે'નો દિવસ આવી ગયો. સાંજે બધા મળ્યા. રીટાબહેન હવે સ્વસ્થ હતા. ત્યાં અચાનક અમોલભાઈને ફોન આવ્યો કે તમારે ચારેય માટે ટેક્સી બુક થઈ છે અને ફેમસ ઈન્ડિયન વતન નામના રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ ડીનર માટેનું પણ આમંત્રણ છે. અમોલભાઈ એ આશ્ચર્ય સાથે ફરી પોતાના નામે જ બુકિંગ છે કે નહિ, ચકાસણી કરી! પણ સામેથી જવાબ મળ્ચો કે, 'હા, એમનાં નામે જ બુકિંગ છે!' બધાને ખૂબ આશ્ચર્ય થયું કે કોણે આ બુકિંગ કરાવ્યુ હશે? પણ બધા તૈયાર થઈને ટેક્સીમા બેસી રેસ્ટોરન્ટ પહોંચી ગયા. ટેક્સીના પણ પૈસા પ્રીપેઈડ છે એવું ડ્રાઈવરે જણાવ્યું. બધા અંદર જાય છે અને બુક્ડ ટેબલ પર એમનુ રેડ રોઝિસના બુકેથી સ્વાગત થાય છે! જમવાનું જે પણ ૧૫૦ ડોલરનું પ્રિપેઈડ હતુ તે બધું દરેકને મનગમતું પિરસવામાં આવ્યું હતું. સ્ટાટર્સથી લઈને ડેઝર્ટ સુધીનું.
યાદગાર ડીનર બાદ ટેબલ પર ચાર ગીફ્ટ મોકલાવવામાં આવે છે! એમાં છોકરાઓને મનપસંદ ૧૦૦—૧૦૦ ડોલરની ગીફ્ટ હતી અને એના પર હેતાળ મેસેજ હતો, "મારા વ્હાલા દીકરાઓ માટે!" - ફ્રમ ડેડ!
બીજા બે ગીફ્ટ રેપમાના એકમાં રીટા બહેનને મનગમતી લતા મંગેશકર કલેક્શન્સની મ્યુઝિક સીડીસનું પેકેટ અને બીજામાં અમોલભાઈને મનગમતું પરફ્યુમ ! જેની કિંમત આશરે ૧૦૦-૧૦૦ કરીને ૨૦૦ ડોલર હશે! નીચે લખેલુ હતું, "અમારા પ્રેમાળ માતા-પિતાને એમના મંગુ-નંદુ તરફથી !" એટલામાં હોટેલ મેનેજર આવીને રીટાબેનને બધી વ્યવસ્થા- ડીનર, ટેક્સી અને સરપ્રાઈઝ બરાબર હતું કે નહીં?! એની પૂછપરછ કરે છે! અને અમોલભાઈ અને છોકરાઓને આ બધું એમનાં મમ્મીએ અરેન્જ કરેલું એવું જણાવ્યું! બધા જ હર્ષથી આશ્ચર્યમાં ડૂબેલા હતા કે ઘરે બેઠાં કઈ રીતે પૈસાનુ મેનેજ થયું!? ત્યારે તેમણે કહ્યું કે, ઓફિસકામ ઘેર ઓનલાઈન કરવાનું જેમ પોતે રીટાબહેનેલઈ લીધેલું એમ જ એક્સટ્રા વન અવરનું કામ પણ ઘરેથી લીધેલુ જેમાંથી બધું વેળેવર મેનેજ થઈ ગયેલું ! આ બાજૂ અમોલભાઈ પણ ઓફિસે એક્સટ્રા કામ લેવાથી ઓવરટાઈમના પૈસાથી છોકરાઓ માટે ગીફ્ટ ખરીદી શક્યા ! અને બાળકોને ફન્ડરેઝરથી પહેલા બે વીકમા ૧૦૦ડોલર અને છેલ્લા વીકમા ૧૦૦ડોલર એમ મળીને ૨૦૦ ડોલર મળેલા ! વેલેન્ટાઈન માટે એ છોકરાઓ ફન્ડરેઝર કરે છે એવુ લોકોને જાણ થતા છેલ્લા અઠવાડિયામા ડબલ ફાયદો થયેલો!! બન્ને ભાઈઓએ પોતાના મોમ-ડેડને પ્યારભરી ગીફ્ટ દેવી એવુ નક્કી કરેલુ અને આજે નિકળતી વેળાએ એ ગીફ્ટ છૂપાવીને સાથે રાખેલી અને ડીનર બાદ ટેબલ પર મોકલાવાનુ મેનેજરને કીધેલું ! અમોલભાઈ એ પણ છૂપાવીને પોતાની સાથે ગીફ્ટ છોકરાઓની જેમજ લીધેલી અને સરપ્રાઈઝ રાખેલી ! આમ પ્રેમનો દિવસ ખૂબ જ આનંદ ઉમંગ અને અમૂલ્ય પ્રેમથી પત્યો ! બધા જ ખૂશીખૂશી ઘેર પાછા ફરે છે. વળતા રીટા બહેન બધાને આઈસ્ર્કિમની બોનસ ટ્રીટ પણ આપે છે.
