Meera Parekh vora

Drama Romance

3  

Meera Parekh vora

Drama Romance

વૈભવ નિરાલીની અનોખી કહાની - 8

વૈભવ નિરાલીની અનોખી કહાની - 8

4 mins
247


" તને કોઈ ચાહે એ મને મંજૂર નથી, એ હક ફક્ત મારો જ છે....

 તને કોઈ બોલાવે એ મને મંજૂર નથી, એ હક ફક્ત મારો જ છે.. 

 તારી સામું પણ કોઈ પ્રેમ થી જોવે એ મને મંજૂર નથી, એ હક ફક્ત મારો જ છે.....

 તને કોઈ પ્રેમ કરવાનું વિચારે એ પણ મને મંજૂર નથી, એ હક ફક્ત મારો જ છે....."

(આગળ ના ભાગ મા જોયું કે નિરાલી અને વૈભવ બેસી ને વાતો કરતા હોય છે અને વિશ્વા કાંઈક ષડયંત્ર કરતી હોય છે અને એનાં ભાગ રૂપે જ નાસ્તો લેવા જાય છે હવે શું ષડયંત્ર છે એ જોઈએ આગળ ના ભાગ મા)

( વિશ્વા નિરાલી અને વૈભવ માટે નાસ્તો લેવા જાય છે એ એક એનાં ષડયંત્ર નો જ ભાગ હોય છે વિશ્વા નિરાલી માટે એનાં ભાવતા પિત્ઝા લે છે અને નિરાલી નાં પિત્ઝા મા એ કાંઈક દવા નાંખે છે જેનાંથી નિરાલી બીમાર પણ રહે અને મરી પણ ન જાય હવે એ નાસ્તો લઈ ને કૉલેજ આવે છે )

વૈભવ: નીરૂ કોલ કર ને ક્યાં રહી ગઈ તારી બેન...??

નિરાલી: હા કરી જોવું (નિરાલી કોલ કરતી જ હોય છે ને વિશ્વા આવે છે. )

વિશ્વા: દી કોલ ન કરો હું આવી ગઈ તમે લોકો એ યાદ કરી એટલે

નિરાલી: ભૂખ લાગી છે લાવ જે લાવી હોય એ આપ જલદી ખાવા.

વૈભવ: કેટલી વાર હોય લાવતા અમને ક્યારની ભૂખ લાગી છે.

વિશ્વા: લ્યો પિત્ઝા લાવી છું આપણા માટે એ બનતા તો વાર જ લાગે ને લ્યો જલદી હવે શરૂ કરો ખાવાનું

નિરાલી: વાઉ પિત્ઝા લાવ જલદી

(આમ ફાસ્ટ ફાસ્ટ બંને ખાવાનું શરૂ કરે છે વિશ્વા ખાતા ખાતા ખુશ થાય છે અને મન મા બોલે છે ખાય લે નિરાલી આજે વૈભવ સાથે પછી 20-30 દિવસ સુધી તો આરામ જ કરવાનો છે તારે કરી લે આજે જલસા આમ ત્રણેય નાસ્તો કરી ને વાતો કરતા કરતા છૂટા પડે છે નિરાલી ને ઘરે આવ્યાં પછી સાંજે ખૂબ જ ઉલટી થાય છે તાત્કાલિક ડૉક્ટર ને બોલાવવા પડે છે અને નિરાલી ને ફૂડ પોઈઝન હોવાનું ડૉક્ટર કહે છે અને એને ઉંઘ નું ઈન્જેકશન આપી ડૉક્ટર જાય છે આ બાજુ વૈભવ નિરાલી ના ફોન ની રાહ જોતો હોય છે કેમકે એ લોકો દરરોજ નિરાલી ફ્રી થાય પછી વાત કરે છે સાંજ નાં 8 વાગી ગયા પણ નિરાલી નો કોલ ન આવતા વૈભવ જ કોલ કરે છે જે નિરાલી ની બેન નિધિ ઉપાડે છે)

વૈભવ: (ગુસ્સો કરતા)હેલો નિરાલી ક્યાં છો 8 વાગી ગયા કોલ કરવાની ખબર નથી પડતી તને... ? ક્યાં હતી તું એક મેસેજ તો કરી દેવાય ને શું કરે છો... ?

નિધિ: જીજુ શ્વાસ તો લ્યો થોડો દીદી ની તબિયત સારી નથી એટલે એ સૂતી છે એ જાગે એટલે હું વાત કરાવી આપીશ

વૈભવ: (ગભરાય જતા) શું થયુ નીરૂ ને... ? અને મને કહ્યુ કેમ નહીં તે... ? અને હવે કેમ છે એને.. ? હું ઘરે આવુ... ?

નિધિ: બાપ રે બસ આટલુ બધુ નહીં પૂછો દીદી ને ફૂડ પોઈઝેન થયુ છે અને ડૉક્ટર ઈન્જેકશન આપી ને ગયા છે તમે આવો જોવા આવુ હોય તો નહીં તો તમને રાતે ઉંઘ પણ નહીં આવે

વૈભવ: હા હા એ વાત સાચી ચાલ હું હમણાં જ આવું તારી બેન ને જોવા હો ને

નિધિ: હા ઓકે જીજુ

(ત્યારબાદ વૈભવ વિશ્વા ને કોલ કરે છે)

વૈભવ: હાઈ શું કરે છે... ?

વિશ્વા: કાંઈ નહીં રીડ કરતી હતી બોલ ને

વૈભવ: મારી નીરૂ ની તબિયત નથી સારી તો આવુ છે તારે એનાં ઘરે... ?

વિશ્વા:( ખુશ થઈ ને નાટક કરતા) શું થયુ... ?

વૈભવ: કાંઈ ગભરાવા જેવું નથી તું અત્યારે રહેવા દે કાલે કૉલેજ થી છૂટી ને સાથે મળવા જાશુંં.

વિશ્વા: હા ઓકે

(કોલ મુક્યા બાદ વિશ્વા અત્યંત ખુશ થાય છે કેમકે એ એનાં પેહલા જ પ્લાન મા સફળ થઈ ગઈ છે અને એ કુદકા મારે છે જોર જોર થી ખુશી વ્યકત કરવા માટે અને આ બાજુ વૈભવ નિરાલી ના ઘરે આવે છે નિરાલી સૂતી જ હોય છે અને એ નિરાલી ને જોઈ ને ચાલ્યો જાય છે આને નિરાલી જલદી થી સારી થઈ જાય એની પ્રાર્થના કરે છે બીજા દિવસે વૈભવ અને વિશ્વા કૉલેજ મા મળે છે)

વિશ્વા: હાઈ વૈભવ

વૈભવ: હાઈ

વિશ્વા: મૂડ ઓફ છે... ? મને ખબર છે તને ખૂબ જ ગમે છે નિરાલી પણ તું આમ બેસ એ કાઈ સારુ કેહવાય

વૈભવ: પણ એની વગર નથી ગમતુંં મને એ બોલ બોલ કરે ટોક ટોક કરે એની આદત છે મને

વિશ્વા: પણ બધાં દિવસ એ બોલી શકે એવું ન હોય બકા અત્યારે એને ખુદ ને નથી સારુ હું છું ને તારી સાથે

વૈભવ: હા તું છો પણ નિરાલી ની યાદ ખૂબ આવે છે

વિશ્વા: હા તો પણ કાલે જાશુંં એને મળવા આજે તું મારી સાથે એક જગ્યા એ ચાલ

( વિશ્વા વૈભવ ની નજીક જવાની કોશિશ કરે છે એ વૈભવ ને એક મંદીર મા લઈ જાય છે અને બંને ખૂબ સમય સાથે વિતાવે છે અને જમીને ઘરે આવે છે વિશ્વા ખુશ છે કારણ કે એ દરેક ચાલ મા સફળ થાય છે 10 દિવસ પછી નિરાલી ની તબિયત મા સારો સુધાર થાય છે એટલે વિશ્વા થોડી ચિંતા મા આવી જાય છે અને એ ફરી નિરાલી ને 15 દિવસ ઘરે રહેવા માટે નું કાંઈક વિચારે છે વૈભવ હવે નિરાલી અને વિશ્વાની સરખામણી કરે છે અને એ પણ ક્યાંક ને ક્યાંક વિશ્વા ને પસંદ કરવા લાગ્યો છે અને આ બધી વાત થી બેખબર નિરાલી ભવિષ્ય ના સપના જોવે છે. અને વિશ્વા એ વિચારી લીધુ છે કે હવે નિરાલી ને ઘરે કઈ રીતે રાખવી જોઈએ.)

      ક્રમશઃ

વિશ્વા શું કરશે હવે નિરાલી સાથે.... ??

વૈભવ ખરેખર નિરાલી ને મુકી ને વિશ્વા પાસે જશે.... ?

નિરાલી ને વિશ્વા જ બીમાર કરે છે ઈ પરદો ખુલશે કે નહીં ક્યારેય.... ?

વૈભવ ને શા માટે નિરાલી ની બદલે વિશ્વા થોડી થોડી ગમવા લાગી છે... ?


Rate this content
Log in

Similar gujarati story from Drama