Meera Parekh vora

Drama Romance

3  

Meera Parekh vora

Drama Romance

વૈભવ-નિરાલીની અનોખી કહાની-3

વૈભવ-નિરાલીની અનોખી કહાની-3

4 mins
226


 "તારી અને મારી વચ્ચે અનોખી દોરી થી બંધાયેલી છે દોસ્તી,

તું રિસાય કે હું રીસાવ તો પણ ન તૂટે એવી છે દોસ્તી..."

(આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને કાંઇક કહેવા જાય છે પણ કહી શકતી નથી અને નિરાલી થોડી અચકાય પણ છે હવે નિરાલી શું કહેવા માંગે છે તે આગળ ના ભાગ મા જોઈએ)

વૈભવ : એ પાગલ તારે પૂછવાનું ન હોય બોલ ને શું કહેવું છે...??

નિરાલી:(ગભરાતા સ્વરે) સાચું એક વાત પૂછું વૈભવ મારે તને કહેવું તો છે પણ તને ખોટું તો નહીં લાગે ને એ વિચારું છું.

વૈભવ:(વિચારે છે એવું તો શું હશે આને..? પછી સ્વસ્થ થતા) ના ના બોલ ને તારી વાત નું શું ખોટું લાગવાનુ હોય હવે તું ધબકારા વધાર મા મારા અને જે પૂછવું હોય એ પૂછી લે.

નિરાલી: (અચાનક જોર થી હસવા લાગે છે ) એ ઉલ્લુ તું ઉલ્લુ બની ગ્યો હો તું કાઈ જ વાત નથી લંબુ તું મને ચોટી ચોટી કહે છો ને તો મે બદલો લીધો તારી સાથે

( આ સાંભળતા જ વૈભવ થોડો શરમાય છે અને પોતાની જાત પર હસવું પણ આવે છે પણ એ હસવાનું રોકી નિરાલી પર બનાવટી ગુસ્સો કરે છે. અને વૈભવ હજુ ગુસ્સા મા કાંઇક કહેવા જ જાય છે ત્યાં મેડમ આવી જાય છે એટલે બંને ભણવામાં ધ્યાન આપે છે બંને ભણતા ભણતા પણ એક બીજા ને ચીડવે છે નિરાલી હસે છે અને વૈભવ ને ઉલ્લુ ઉલ્લુ ચીડવે છે અને વૈભવ આંખ થી એની પર ગુસ્સો કરે છે. આમ કરતા કરતા જ બંને તાસ પૂરા થાય છે અને રીસેસ પડે છે.)

વૈભવ: જો ને તું હવે ચોટી તારું તો આવ્યુ જ છે હવે તો હું આખી જિંદગી તું જયાં મળીશ ત્યાં હું તને ચોટી કહી ને જ બોલાવીશ

નિરાલી: હા ઓકે કહેજે પણ હા સામે તું પણ ઉલ્લુ સાંભળવા તૈયાર રહેજે હો ને ઉલ્લુ

વૈભવ: બહું ચાલાક થઇ ગઇ છે હો તું તું જો ને તારું તો આવ્યુ જ છે.

નિરાલી: હા હા તું અત્યારે શાંતી રાખ હો ને લંબુ મને હેરાન કર મા

(આમ ને આમ લડતા ઝઘડતા જ બંને છુટા પડે છે બીજા દિવસે બપોરે દરરોજ ની જેમ બંને બેઠા બેઠા ક્લાસ મા લડતા જ હોય છે ત્યાં જ ક્લાસ મા સમીર આવે છે અને એની નજર લડતા અને મસ્તી કરતા વૈભવ અને નિરાલી પર પડે છે અને એ વૈભવ ને બોલાવે છે.)

વૈભવ: (સમીર ને જોઇ ને ખુશ થતા જ બોલે છે) આવ આવ ઇદ ના ચાંદ કેમ છે ભાઈ તમે કેમ આજે ક્લાસ મા..?

સમીર:ભાઈ વૈભવ તને તો ખબર છે ને મને ભણવું ગમે નહીં અને તું તો હો જ અહિયાં પછી મારે શું કામ છે અહિયાં આવી ને...? પણ આ શું ભાઈ હે તે નવી જીએફ પણ શોધી લીધી હે અને તું મને કહેતો પણ નથી આ તો દગો કહેવાય હો ભાઈ સાથે

વૈભવ: એ ભાઈ શું તું પણ કોણ આ નિરાલી મારી જીએફ એમ ના રે કાઈ નથી એવું અમે બંને બાલમંદિર મા સાથે હતાં એટલે એકબીજા ને ઓળખીએ છીએ બાકી બીજુ કાઈ નથી બાકી હું તને ના કહું એવું થોડુ બને ચાલ તને નિરાલી સાથે મેળવું.

સમીર: ઓકે ચાલ ( મન મા છોકરી તો સારી છે જો ભાઈ વૈભવ નું ગોઠવાય જાય ને તો એને પણ સારુ)

વૈભવ: એ નિરાલી જો આ મારો ફ્રેન્ડ સમીર

નિરાલી: હાઇ સમીર પણ એ વૈભવ આ સમીર ને તો મે પહેલા ક્યારેય જોયો નહીં આપણી સાથે જ ભણે છે..?

વૈભવ: અરે આ અમારે ઇદ નો ચાંદ છે હવે આજે આવ્યો પછી ક્યારે આવશે એ કોઈ ન કહી શકે.

નિરાલી: ઓહહ એવું છે એમ ને

સમીર: બસ ભાઈ હો હવે તું મને બવ નો ખિજવે તો જ સારુ

નિરાલી: બસ હવે તમે બંને ઝઘડવા નું બંધ કરો સમીર તું વૈભવ નો ફ્રેન્ડ છો ને તો એક વાત પૂછું..?

સમીર: હા બોલ ને શું પૂછવાનું છે..?

નિરાલી: આ વૈભવ છે એને કોઈ જીએફ છે કે નહીં..?

સમીર: તું તો મારી કરતા પણ જૂની ફ્રેન્ડ છે તો તું જ એને પૂછી લે ને મને શું પૂછે છે

વૈભવ: હા પાગલ તારે મને પૂછી લેવાય ને આને શું પૂછે છે

નિરાલી: હા બાબા હા હું તને જ પૂછવાની હતી આ તો પછી એમ થયુ લાવ ને તારા ફ્રેન્ડ ને પૂછી લઉં. તો શું બધી પુરી માહિતી મળે ને એ માટે

સમીર: ઓહહ એવું છો તો સાંભળો વૈભવ નાં કે ત્યાં સુધી હું તમને કાઈ જ નહી કહુંં નિરાલી મેડમ

નિરાલી: આવુ ના કર ને તું વૈભવ તને શું કામ નાં પાડે તને કહેવાની વૈભવ યાર તું સમીર ને કે ને કે યે બધુ મને કહી દે

વૈભવ: ચોટી તારે શું કામ છે જાણી ને અને તું મને પૂછી લે ને પ્રેમ થી હું જ તને કહી દઈશ

નિરાલી: ઓહહ એવું છે એમ ને તો વૈભવજી આપ મને મહેરબાની કરી ને જણાવશો કે તમારે કોઈ જીએફ છે કે નહીં એમ

વૈભવ: હા છે ને મારે 2 જીએફ છે હો

  ક્રમશઃ

વૈભવ નો જવાબ સાંભળી ને નિરાલી શું કહેશે...?

શું સાચું વૈભવ ને 2 જીએફ હશે...?

શું વૈભવ સાચું કે છે કે એને 2 જીએફ છે..? તો કોણ છે એ બંને...?

વૈભવ વિશે નિરાલી શું વિચારતી હશે...?


Rate this content
Log in

Similar gujarati story from Drama