Meera Parekh vora

Drama Romance

4  

Meera Parekh vora

Drama Romance

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-11

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-11

3 mins
173


"તુ છો જીંદગી મા બાકી કોઈ ની જરુર નથી રહી હવે,

તુ જ મારી જીવવાની આશા છે અને તુ જ મારી આત્માની સાથી છે.

(આગળના ભાગમાં જોયું કે વૈભવ અને વિશ્વા ઘરે બધી વાત કરવાનું નક્કી કરે છે અને આ બાજુ નિરાલીના ડૉક્ટર નિરાલીના પપ્પા પાસેથી બધી વિગત જાણી લે છે અને નિરાલી જલ્દી સારી થઈ જશે એવું કહે છે. હવે આગળ...

(3-4 દિવસ પછી વૈભવ ઘરે કહી દીધું છે એવું કેહવા કોલ કરે છે વિશ્વાને.

વિશ્વા: હેલો હા બોલ ને.

વૈભવ: તે ઘરે વાત કરી આપણી ?

વિશ્વા: હા કરી ને

વૈભવ: તો શુ કહ્યુ કે ને મને ?

વિશ્વા: એવું કહ્યુ કે વૈભવ ને કે એના મમ્મી પપ્પાને લઇને ઘરે આવે.

વૈભવ: (નાટક કરતા ) પણ બકુ મારા ઘરેથી તો ના પાડી દીધી તો હવે ?

વિશ્વા: કેમ ના પાડી ?

વૈભવ: એ લોકોને નિરાલી ગમે છે માટે.

વિશ્વા: (ગુસ્સો કરતા) હા તો તુ પણ એની સાથે જ બોલ હો ને.

વૈભવ: ના એવું નથી એ થોડી વધુ લાગણીશીલ છે એટલે બધાંને ગમે. પણ મને નથી ગમતું નેની નેની વાત માથે લઇને બેસી જાય.

વિશ્વા: તો તારા ઘરે કે ને બધાને મને શુ કે છે

વૈભવ: સોરી બાબા મે ઘરે કહ્યુ અને ઘરે હા પણ પાડી દીધી છું. તુ ઘરે આવજે તારા મમ્મી પપ્પાને લઇને હો ને

વિશ્વા: નાલાયક તુ માર ખાઇશ હો મારા હાથનો.

વૈભવ: હા ભલે હો પણ તુ પણ તૈયારી રાખજે માર ખાવાની.

વિશ્વા: હા હો હે ઓયય કેટલું જલદી બની ગયુ નહીં બધુ, એ તને એક વાત ખ્યાલ છે ?

વૈભવ: કઇ વાત

વિશ્વા: કહું કે ન કહું વિચારું છું.

વૈભવ: કહી દે ને વિચારવાનું શુ ?

વિશ્વા: નિરાલી એ ફીનાઇલ પી લીધુ છે અને એ અત્યારે હોસ્પિટલમાં છે ખબર છે તને ?

વૈભવ: એ બહુ લાગણીશીલ છે યાર મને ખબર જ હતી યે આવુ કાંઇક કરશે જ. સારુ થયુ અલગ થઈ ગયો એનાંથી.

વિશ્વા: સાચી વાત છે એવું શુ કોઈ માટે મરી જવાનું ?

વૈભવ: હા એ જ ને. નાની નાની બાબતોનું ધ્યાન રાખે એમ કે વૈભવ આમ કરજે આમ ન કરતો જમી લેજે અને તારું ધ્યાન રાખજે તુ એક જ છો મારે ને આવુ બધુ બોલે. મને ન ગમે આટલુ બધુ શુ ધ્યાન રાખવાનું હોય ?

વિશ્વા: હા સાચી વાત છે ચાલ એ જવા દે અને એમ કે ને આપણે સગાઈમાં શુ પહેરવું છે ?

વૈભવ: વિચારી ને કહુ હો ને.

(આ બાજુ નિરાલીની હાલતમાં સુધારો થાય છે અને એને કોઈ કાઈ પૂછતું કે કહેતું નથી. બસ બધાં એનું ધ્યાન રાખે છે અને એ ડૉક્ટર સાહેબ નિરાલી વસી ગઇ છે એ વિચારે છે કે મારે એનો ભૂતકાળ જે હોય તે નથી જાણવો પણ એનો પ્રેમ સાચો હતો એ ખબર છે મને એટલે હવે હુ જ એનો પ્રેમ બનીશ. આ બાજુ નિરાલીના પપ્પાને નિરાલીના લગનની ચિંતા હોય કે કોણ લગન કરશે ? હવે આગળ ડૉક્ટર અને નિરાલીના પપ્પા વાત કરે છે)

ડૉક્ટર: કાકા હવે નિરાલી ને સારુ છે તમે એને 2 દિવસ પછી લઇ જઇ શકો છો હો. અને ચિંતા ન કરતા કાઈ તકલીફ હોય તો મને ફોન કરજો.

નિરાલી ના પપ્પા: હા સાહેબ મને ખબર છે તમે એની તબિયત તો સારી કરી જ આપશો પણ હવે સાચી ચિંતા છે જીવનમાં..

ડૉક્ટર: બોલો ને કાકા હુ મદદ કરી શકુ ? મને ખબર છે પર્સનલ છે જો તમે ઇચ્છો તો કહી શકો છો.

નિરાલી ના પપ્પા: ના સાહેબ કાઈ પર્સનલ નથી મને હવે એ ચિંતા છે કે આની સાથે લગ્ન કોણ કરશે ?

ડૉક્ટર: બસ કાકા આમાં શુ ચિંતા કરવાની તમારી છોકરી એ ખાલી પ્રેમ કર્યો એજ ભુલ કરી છે ને બાકી ક્યાં કાઈ ખોટ છે એનામાં ?

નિરાલીના પપ્પા: ના ના બીજી તો કોઈ ભુલ નથી પણ સાહેબ આ નેની ભુલ નથી ને એટલે ચિંતા થાય છે.

ડૉક્ટર: એક વાત કહું તમને મંજુર હોય તો કાકા પણ તમે મારો એહસાન ન સમજતા એને હુ ચાહવા લાગ્યો છું. નિરાલીને મને એના પ્રેમથી પ્રેમ થઇ ગયો છે તો તમે મને એની સાથે લગ્ન કરવાની અનુમતિ આપશો ?

 શુ નિરાલીના પપ્પા હા પાડશે ડૉક્ટરને ?

અને નિરાલીના પપ્પા હા પાડે તો શુ જવાબ હશે નિરાલીનો ?

વિશ્વા વૈભવ અને નિરાલીની જીંદગીમાં આગળ શુ થાશે ?

એ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલીની અનોખી કહાની-12 અને અપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં.

ક્રમશ:



Rate this content
Log in

Similar gujarati story from Drama