ઉંદર સિંહ
ઉંદર સિંહ
જંગલમાં એક સિંહ રહેતો હતો, તે એક મોટા ઝાડના છાયે બેઠો અને થોડી વારમાં જ કસરત ઊંઘી ગયો. ઝાડના થડ પાસે દર હતું. એમાં એક નાનો ઉંદર રહેતો. તે સિંહના શરીર પર ચડ્યો થોડીવાર પછી સિંહ જાગી ગયો તે ને ઉંદર ને પકડ્યો ! તે તેને મારી નાખવા જતો હતો ઉંદર રડી પડ્યો મહારાજ મને માફ કરો જવા દો, કોઈ દિવસ આપને મદદ કરીશ. સિંહ હસવા લાગ્યા તું નાનો ઉંદર મને સી મદદ કરવાનું ? અંતે દયા આવી, તેણે ઉંદરને જવા દીધો !
એક દિવસ સિંહ બાહુબલી શિકારીએ પાથરેલી જાળ માં ફસાઈ તેને તેમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો પણ તે તેમાંથી છૂટી ન શક્યો ! સિંહની ગર્જનાઓ ચોમેર સંભળાઈ પેલો ઉંદર તેના દરમાંથી બહાર નીકળ્યો અને એના અણીદાર દાંતથી જાળ કાપવા લાગ્યો કટ કટ કટ કટ ઉંદરે ઝડપથી તે કાપી નાખી સિંહ છૂટો થયો. તેને ઉંદરનો આભાર માનતા કહ્યું શાબાશ ઉંદર આજે તે મને બચાવ્યો ! હવે મને સમજાયું કે જગતમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી.
