ટાઢકની તાપણી
ટાઢકની તાપણી


પવન ના સુસવાટા જાણે હિમ ખંખેરી રહ્યા હતાં, રસ્તા પરના દ્રશ્યો જાણે થીજી ગયા હોય એમ સુન્ન પડેલો રોડ. તે છતાં ઠંડા પવન નો આનંદ માણવા એક કોલેજીયનનુંટોળુ બાઈકની સવારી પરથી રસ્તા પર આવી ચડ્યું. વાહનોની અવાર જવર માં ખાસો ફેર જોવા મળેલો. લોકો ઘર ના બારણાં બંધ કરી પેસી રહ્યા હતાં ને આ મિત્રો ની ટોળકી પોતાની રીતે મજા માણી રહી હતી ઠંડી થી બચવા નશીલા દ્રવ્યોનું સેવન જેવુકે સિગારેટ....
આ દ્રશ્ય એક ઝૂંપડી માં બેસેલો બાળક જોઇ રહ્યો હતો અને તેની માઁ ને કહેવા લાગ્યો, "માઁ મને બહુ ટાઢ લાગે છેં",
માઁ એ પોતાની ઓઢેલી શાલ તેના દીકરા ને ઓઢાડી દિધી અને પડખું ફરી સુઈ ગઈ, દીકરા ને મન માં વિચાર આવ્યો કે અમારી પાસે પૂરતું ઓઢવા કે પહેરવા નથી એટલે અમે ટાઢ માં ઠુંઠવાયે છીએ જયારે આ સામે દેખાતા છોકરાવ પાસે તો બધુંજ છે છતાં ખબર નહિ કઈ ગરમ ઓઢ્યા પહેર્યા વગર કેમ ફરતા હશે અને પોતાની જાતને વ્યસની બનાવતા હશે !,
બાળક નિખાલસતા પૂર્વક ફરી બોલ્યું, " માઁ મને ટાઢ નથી લગતી હું આવું હમણાં",
એમ કહી પેલા છોકરા તરફ આગળ વધ્યો.
પેલા છોકરા પાસે જઈ બાળક બોલ્યો તમારી પાસે બધી સગવડ છે છતાં તમે અમારી જેમ રહો છો અને અમારી પાસે કશુંજ નથી અને મારા બાપુ વ્યસન કરે છે અને અમારી હાલત એમના વ્યસનથી થઈ છે , તો આપણે સરખા થયા ને બાળકની આ વાત સાંભળી મિત્રોમાંથી એક છોકરો બાળકને ખિજાયો અને મારવા આગળ વધ્યો અને બીજા એ રોક્યો.
પેલો બાળક તેની ઝૂંપડી તરફ પરત આવી જાય છે.
અને મિત્રો અંદરોઅંદર વાતો કરવા લાગે છે, અડધી રાતે આપણે આ રીતે કારણ વગર ફરીયે ઠંડી ના લીધે વ્યસન કરીયે એ કેટલી હદે સારું?
અંદરો અંદર ચર્ચા કરી મિત્રો એ વ્યસની વસ્તુઓને આગ લગાવી અને નીકળી ગયા,
તેજ ક્ષણે પેલું બાળક તેની માઁ સાથે આ જગ્યા પર જ્યા આગ લાગી હતી નાની તાપણી કરી બેસી ગયા, અને પોતાના ઠંડા પડેલા હાથ ને કોઈની છોડેલી આદતોથી શેકવા લાગ્યા અને હસતા હસતા વાતો કરવા લાગ્યા..
(ક્યારેક ભૂલ થી પણ થયેલો પ્રયત્ન સારું પરિણામ લાવી શકે..)