કંકુ
કંકુ


સાસરેથી દીકરીનો ફોન મા પર ગયો, "મા હવે બોવ થયું, શું કરું કઈ સમજાતું નથી. ગમે તેટલું કરું તો પણ અહીં કોઈને મારી કદરજ નથી, આખો દિવસ ઘર મા કામ કરો છતાં, મેણાં ટોણા તોસાંભળવાનાજ.
માઁ એ જવાબ આપ્યો, "બેટા, આપણે સામેવાળા પાસેથી હંમેશા કંઈકને કંઈક અપેક્ષા રાખીયે છીએ, એમ સામે વાળા વ્યક્તિઓ પણ રાખતાંજ હશે ને ? જેવું આપશો એવું મળશે. જો આપણે કોઈના લલાટે કંકુનો ચાંદલો કરીએને તો આપણી આંગળી કંકુ વાળી થવાનીજ છેં ને ! એવીજ રીતે આપણે સ્નેહ, પ્રેમ, વહાલ આપીશું તો આપણને એ વહેલા મોડું મળશે જ."
આટલું કહી માએ વાત ટૂંકાવી ને દીકરી બધું સમજી ગઈ.