ત્રણ જાદુઈ સફરજન
ત્રણ જાદુઈ સફરજન


જેકોસ્લોવાકિયાનાં બોહેમીયા પ્રદેશ મા એક રાજા રાજ કરતા હતાં. આ રાજાનું નામ હેડીબોર હતું.
હેદીબોર દિવસે રાજ્યોના કારભાર સંભાળતો અને રાત પડે વેશ બદલી નગરચર્યા કરવાં નીકળી પડતો. રાજ્યમા પ્રજા સુખી છે કે નહી તેનો તાગ મેળવવા પ્રયત્નો કરતો. આવી એક રાત્રી એ રાજા વેશપલટો કરીને નગરચર્યા કરી રહ્યો હતો ત્યારે નગરમાં એક ઝુંપડી તેની નજરે પડી.
રાજાએ ઝુપડીનું બારણું ખખડાવ્યું. અંદરથી એક સ્ત્રીએ બારણું ખોલ્યું. રાજાએ કહ્યું, પાણીની ખુબ તરસ લાગી છે, તે સ્ત્રીએ રાજાને બેસાડ્યા અને કુવેથી તાજું પાણી લાવીને આપ્યું.
વાતચીત દરમ્યાન રાજાએ જાની લીધું કે તે એક વિધવા સ્ત્રી છે અને તેને બાર પુત્રીઓ છે. એ વિધવા એ કહ્યું “મને ખબર નથી પડતી કે આ લગ્ન કેવી રીતે થશે, અને એ ચિંતા જ મેન કોરી ખાય છે. રાજા બોલ્યો,”જયારે હું અહી બીજી વખત આવીશ ત્યારે આમાંની કઈ એક છોકરી મારી સાથે લઇ જઈશ. ત્યારે મચી તે વિધવાને એક ગીની આપીને રાજા પાછો ફર્યો. રાજા નાં ગયા બાદ ઝુપડીમાં હલચલ મચી ગઈ. છોકરીઓ ને એમ કે કદાચ તે માણસ પોતાના લગ્ન મારે એક છોકરીની માંગની કરી રહ્યો હશે. સૌથી મોટી છોરીએ કહ્યું હું તેની સાથે જઈશ. બધાં જાણે છે અને સૌને ખબર છે સૌથી મોટી છોકરીના લગ્ન સૈથી પહેલા થાય. પણ તેની બહેનોએ કહ્યુય કે તે માણસ બહુ પરવા કરતા નથી. તેં જેને વધારે પસંદ કરશે તેની સાથે તે લગ્ન કરશે.
ઘણા સમય સુધી બધી છોરીઓ અંદર અંદર ઝગડતી રહી. પણ સૌથી નાની છોકરી લીબેના ચુપચાપ બેસી રહી. તેને ખબર હતી કે, તેની ઉંમર હજુ પાંચ વર્ષનિ છે. અને આ ઉંમરે તેની સાથે લગ્ન કોઈ ન કરે. લીબેના આ બધી છોકરીઓમાં સુંદર હતી.
અગિયારે બહેનો રોજ સવારે ઉઠીને ખુબ શણગાર કરતી. અગીયારે મોટી છોકરીઓ એમ માનતી હતી કે તે માણસ ગમે ત્યારે એક દિવસ આવીને પોતાની પત્ની નિ પસંદગી કરશે. એક અઠવાડિયા પછી રાજા ફરી ત્યાં આવ્યો. આ વખતે રાજા એક સુંદર મઝાની બે ઘોડાવળી ગાડી મા આવ્યો. રાજાએ કહ્યું હું લીબેના ને મારી સાથે લઇ જઈશ. એ સાંભળીને બાકીની બહેનોમાં નિરાશા આવી ગઈ. વિધવા એ આશ્ચર્ય સાથે આ માણસ ને કહ્યું કે તમે આ છોકરીને લઇ જઈને શું કરશો? રાજા એ જવાબ મા જણાવ્યું કે મારે પુત્રી નથી. તેને ત્રણ પુત્ર છે. અને એ ઈચ્છે છે કે અમારે એક બહેન હોવી જોઈએ. રાજાએ ગીનીઓથી ભરેલી થેલી તે વિધવા સ્ત્રીને આપી. લીબેનાને ગાડીમાં બેસાડી ચાલી નીકળ્યો. રજાનો નાનો રાજકુમાર દસ વર્ષ નો હતો. જયારે રાજાએ પુત્રો ને બહેન નો પરિચય આપ્યો ત્યારે બધાં ખુબ રાજી થઇ ગયા. અને અખો દિવસ તેની સાથે રમીને પસાર કર્યો,. બધાં તે છોકરી જોડે રાજકુમારી જેવો વ્યવહાર કરવાં લાગ્યા. પેલા ઘોડાગાડી વાળા સિવાય કોઈને ખબર ન હતી કે લીબેના ને ક્યાંથી લાવવામાં આવી હતી. લીબેના ખુબસુરત હતી. અને ત્રણેય રાજકુમારો તેને ખુબ પ્રેમ કરતા હતાં. દિવસો વીત્યા ગયા તેમ તેમ ધીરે ધીરે ઘોડાગાડી વાળા એ લોકોને કહી દીધું કે છોકરી ક્યાંથી આવી છે. પણ રાજાને કે તેના કુટુંબને આ વાત કહ્રેવાની કોઈ હિમ્મત કરતુ નહી. હવે લીબેના લગ્નની ઉમ્મરલાયક થઇ હતી.
એક દિવસ તેણે રાજકુમારો ને કહ્યું કે મને સહેલ કરવાં જવાની ઈચ્છા છે. રાજકુમારે તરત હા પાડી. ગાડી તૈયાર કરી. પણ જે નોકરો ને આ ફરમાન કર્યું હતું તે નોકર આળસુ હતો. તેને ઉભા થવાનું મન થયું નહી. અને બબડવા લાગ્યો કે આ લોકો એ તે છોકરીનું મગજ બગાડી નાખ્યું છે. જો આ ખરેખર અસલ રાજકુમારી જ હોત તો જાણે શું નું શું થઇ જાત.
રાજકુમાર નાં કાન સતેજ હતાં. તેને નોકરની વાત સાંભળી અને કહ્યું તું કહેવા શું માંગે છે. શું લીબેના અમારી બહેન નથી. નોકર તો બિચારો ગભરાઈ ગયો. પણ હવે તેને વાત કાર્ય વગર છૂટકો જ ન હતો. તેથી તેણે રાજકુમાર ને બધી વાત કરી દીધી. હવે એક આફત આવી ઉભી. ત્રણેય રાજકુમારો એ સાથે જાહેર કરી દીધું કે હવે તેઓ લીબેના સાથે લગ્ન કરવા ઈચ્છે છે. એઓ રાજા પાસે ગયા અને બધી હકીકત કહી. અમે ત્રણે ય લીબેના સાથે લગ્ન કરવા ઇચ્છીએ છીએ. હવે તમે નક્કી કરો કે અમારામાંથી આ અધિકાર કોને મળે. રાજા મૂંઝવણ મા મૂકી ગયા. તેને સમ્ઝાયું નહી કે હવે શું કરવું. પણ ખુબ વિચાર કાર્ય પછી તેણે કહ્યું તમારા ત્રણેય માંથી જે કોઈ લીબેના માટે સારી ભેટ લાવશે તેની સાથ લીબેનાના લગ્ન કરવામાં આવશે.
ત્રણેય રાજકુમારોએ રાજાજી નિ યોજના સ્વીકારી લીધી અને સારી ભેટ શોધવા નીકળી પડ્યા. ખુબ રખડ્યા પણ સારી ભેટ આપવા માટે કશું મળ્યું નહી. છેવટે તેઓ ધર્મશાળા મા ગયા અને ત્યાં નક્કી કર્યું કે હવે આપને જુદે જુદે ઠેકાણે જઈને સારી ભેટ શોધી લાવીએ. એક મહિના પછી આ જ ધર્મશાળા મા મા પોતાની ભેટ લઈને આપને ભેગા થઈશું. અન અહી થી જ ઘરે જઈશું. મોટી રાજકુમાર કેટલાય દિવસો સુધી રાખડી ને એક શહેર મા જઈ પહોંચ્યો. ત્યાં બજાર મા એક ઘરડો માનવી એક નાની ગાડી વેચી રહ્યો હતો. તેની ચારે બાજુએ ભીડ જામેલી હતી. રાજ્કુકારે આ ભીડ નું કારણ પૂછ્યું તો એક જણે કહ્યું આ માનવી આટલી નાની ગાડી એક હાજર ગીની મા વેચી રહ્યો છે, રાજકુમારે કહ્યું શું તમે લોકો તે ખરીદવા ઈચ્છો ચો? જો તેમ તે ખરીદશો તો તમે એ માનવી નિ જેમ જ પાગલ કહેવશો . આ સાંભળી લોકો તો વિખરાઈ ગયા. રાજકુમાર આટલું જ ઈચ્છતો હતો. હવે એ એકલો જ ત્યાં ઉભો હતો. તેણે એ ઘરડા માનવી ને પૂછ્યું “ તમે આ ગાડી આટલી મોઘી કેમ વેચો છો?” એ બોલ્યા;” આ નાની ગાડી મા ઘણી શક્તિ છે. જો તમે એમાં બેસીને કહો કે મને અહી લઇ જા તો તે તમને આંખના પલકારામાં ત્યાં પહોંચાડી દેશે. રાજકુમારે તરત ગાડી ખરીદી લીધી. એ ગાડી મા બેઠો અને એ ધર્મશાળા મા જઈ એના ભાઈઓની આવવવાની પ્રતીક્ષા કરવાં લાગ્યો.
બીજો રાજકુમાર ડાબી દિશામા ગયો. તે પણ ખુબ રખડ્યા પછી એક ગામમાં જઈ ચડ્યો. ત્યાં પણ એક ઘરડો માણસ એક કાચો ગોળો વેચી રહ્યો હતો. રાજકુમારે જોયું કે લોકો કાચનો ગોળો જોઈ રહ્યા છે. અને તેનો ભાવ પૂછે છે. અને પછી ચવા માંડે છે., રાજકુમારે પણ કાચના ગોળનો ભાવ પૂછ્યો. બે હજાર ગીની એ ઘરડા માનવી એ જવાબ આપ્યો. એટલે તેની ખાસિયત પૂછી તો અવાબ મળ્યો કે દુનિયાની કોઈ પણ વસ્તુ જોવાની ઇચ્છા કરતા તરત જ તે તમને ઇચ્છિત વસ્તુ બતાવશે. રાજકુમારે ગોળો હાથ મા લીધો, એને જોયું કે ધર્મશાળા મા તેનો મોટો ભાઈ આવી ચુક્યો છે, તેનો ચેહરો આનંદ થી નાચી ઉઠ્યો. રાજકુમારે વિચાર્યું કે તેના મોટા ભાઈ એ ભેટ શોધી કાઢી છે. તેને ગોળાની કિંમત પેલા બુજુર્ગ ને ચૂકવી અને ઝડપથી ચાલી પેલી ધર્મશાળા પચોન્ચ્યો.
ત્રીજો અને નાનો ભાઈ નાક નિ દાંડી એ સીધો ચાલી નીકળ્યો હતો. ખુબ જ ચાલ્યાં પછી તે એક બજારમાં પહોંચ્યો, ત્યાં એ ડોશી લોકોને કહેતી હતી કે સફરજન નિ કિંમ્મત દસ હાજર ગીનીઓ છે, આ સાંભળી લોકો હસીને આગળ ચાલ્યાં જતા હતાં. રાજકુમારને થયુકે આ સફરજન મા જરૂર કૈક વિશિષ્ટતા લાગે છે. તેથી જ તે ડોશી તેની આઈ મોટી કિંમત આંકે છે, તેને તુરંત જ એ સફરજન ચેચાતું લઇ લીધું. દોશીએ કહ્યું “ આ સફરજન તમારા કામમાં ખુબ ઉપયોગી નીવડશે. જો કોઈ માણસ મારવા પડ્યું હોય તો આ સફરજન ખાવાથી તે જીવતો સાજો સમો થઇ જશે. મારી પાસે અવ બીજા બે સફરજન છે. જો તમે ઈચ્છતા હો તો બાકીના બેય સફરજન પણ ખરીદી શકો છો. રાજકુમારે રાજી થઈને ત્રણેય સફરજન ખરીદી લીધા. અને ધર્મશાળા તરફ રવાના થયો. ધર્મશાલામા તેના ભાઈઓ આતુંરતાથી રાહ જોઈ રહ્યા હતાં.
તું શું ભેટ લાવ્યો છું? તેઓએ નાંનાં રાજકુમારને આવતા વ્હેત જ પૂછ્યું. ત્રણ સફરજન જવાબ આયો. મોટા ભાઈઓ સફરજન જોઈ હસવા લાગ્યા અને અભિમાનથી પોતે લાયેલી ભેટ બતાવી. નાંનાં રાજકુમાર એ વચલા ભાઈને કહ્યું કે તમે તમારા કાચના ગોળા મા જુએ કે આપણા ઘરમાં અત્યારે શું થઇ રહ્યું છે. ગોળામાં જોતા બધાને ખુબ ચિંતા થવા લાગી. તેઓએ જોયું કે બધાં નોકરો જલ્દી જલ્દી અહી તહી દોડાદોડ કરે છે. એવું લાગે છે કોઈ મારી ગયું છે. કે કોઈ મરી રહ્યું છે. વચલા રાજકુમારે કહ્યું અને ગોળા મા પોતાના માતાપિતા અને લીબેના ને જોવાની ઈચ્છા પ્રગટ કરી. તરત ગોળામાં ત્રણેય દેખાવા લાગ્યા. ત્રણેય ખુબ બીમાર હતાં અને મારવાની અણી પર હતાં. ત્રણેય રાજકુમાર જાદુઈ ગાડીમાં બેસી ને પલકવારમાં મહેલમાં પહોંચી ગયા,. નાનો રાજકુમાર દોડતો માતાપિતા ને લીબેના પસે પહોંચી ગયો. ને ત્રણેય ને સફરજન ખવડાવી દીધા. અને તે ખાતાની સાથે જ અમુક કલાકો મા તો સજા થિયા ગયા. તું સારામાં સારી ભેટ લાવ્યો છું. રાજાએ નાના રાજકુમારને કહ્યું. લીબેના તારી છે. કેમકે તે એની જાન બચાવી છે. મોટા બેય રાજકુમારને આ વાત થી સંતોષ થયો નહી. તેઓનું કેહવું હતું. કે જો તેઓની પાસે કાચનો ગોળો અને ઉડતી ગાડી ન હોત તો તેમને બધાની બીમારી નિ ખબર પણ ન પડત. અને તરત અહી આવી પણ ન શકત . રાજાએ કઈ સમઝણ પડી નહી કે હવે કરવું શું. રાજાએ રાજ્યના બધાં વિદ્વાનો ને બોલાવ્યા અને આ સમસ્યા અંગે વાત કરી. દુરદુર થી વિદ્વાનો આવ્યાં. દરેક વિદ્વાન આ સમસ્યા નો જવાબ જુદી જુદી રીતે કહેતો હતો. પણ કોઈ નિર્ણય નાં કરી શક્યું. કે લીબેના નાં લગ્ન કયા રાજકુમાર સાથે કરવા જોઈએ. રાજકુમારો નિર્ણય માટે આકુળવ્યાકુળ થઇ ગયા. અંતે રાજાએ એક ઢંઢેરો પીટ્યો કે કોઈપણ વ્યક્તિ આવીને આ સમસ્યાનો ઉકેલ આપી શકે છે. રાજરાણી અને લીબેના એક મંચ પર બેસી ગયા. બધાની વાત સાંભળવા લાગ્યા. તેમની બનુંમાં જ ત્રણેય રાજકુમારો હતાં. રાજકુમાર પોતાની ગાડીની સાથે હતો. બીજો ગોળા સાથે. નાના પાસે કશું જ નાં હતું.
સાંજના સમયે એક વૃદ્ધ માણસ તા આવ્યો તેના વાળ સફેદ હતાં. તે મંચની નજીક બોલ્યો. આ સમસ્યા નો ઉકેલ તો બાળક પણ કરી આપે. બધાં જાણે છે કે મોટા રાજકુમાર નિ ઉડતી ગાડી છે, બીજાની પાસે તેની કાચનો ગોળો પણ નાના રાજકુમાર પાસે કશું જ નથી કેમકે તેના સફરજન પાસે કશું જ નથી કેમકે તેના સફરજન તો કહી જવામાં આવ્યા છે. તેણે રાજા રાની અને લીબેના ને ખાત્ર પોતાની મોઘામાં મોઘી વસ્તુ ખર્ચ કરી નાખી છે. બીજા ભાઈઓ પાસે પોતાની જાદુઈ ચીજો રહી છે. નાના પાસે કશું નથી. એનો ભોગ સૌથી મોટો છે. માટે સુંદરી લીબેનાના લગ્ન એની સાથે જ થવા જોઈએ.
બધાં લોકોએ આ નિર્ણય ને આવકાર્યો. નાના રાજકુમારના લગ્ન લીબેના સાથે થઇ ગયા. થોડા વખત પછી બંને બંને મોટા ભાઈઓના પણ લગ્ન કરી દીધા. અને પછી બધાં સુખેથી રહેવા લાગ્યા.