તીતીઘોડો અને કીડી
તીતીઘોડો અને કીડી
ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી, વાતાવરણ આનંદી અને ખુશનુમા હતુંં અનાજ ઘણું થયું હતું. આવા વખતે એક તીતીઘોડા એ પેટ ભરીને અનાજ ખાધું પછી આનંદમાં આવીને તે ગાવા અને નાચવા લાગ્યો તે વખતે કેટલીક કીડીઓ અનાજના કણ લઈને પોતાના દર તરફ હાર બંધ જઈ રહી હતી. કદાચ દરમાં તે ખોરાકનો સંગ્રહ કરી રહી હતી. તીતીઘોડાએ આ જોયું, એક કીડી તેની મિત્ર હતી. તીતીઘોડા એ મજાક કરતા તેને કહ્યું તમે લોકો કેવા લોભી છો મજા કરવાના વખતે તમે મહેનત કરો છો ! મને તમારી દયા આવે છે કીડીએ જવાબ આપ્યો મારા વહાલા મિત્ર અમે લોભી નથી, આ બધુ તો અમે ચોમાસા માટે ભેગું કરીએ છીએ.
ઉનાળો વીતી ગયો ઉનાળાની ચમક જતી રહી બધી અનાજની અછત થઈ ગઈ, હવે ચોમાસુ બેઠું. તીતીઘોડાને ખાવા માટે ક્યાંય અનાજ ના મળ્યું, આખરે તેને ભૂખે મરવાનો વખત આવ્યો ! ખોરાક વિના કેમ કરીને જીવાય ?
એક દિવસે તીતીઘોડા એ અક્ષર સારા કાઢવા મિત્ર કીડીના ઘરનું બારણું ખટખટાવ્યું, તેણે કીડીને કાલાવાલા કરીને કહ્યું હું કેટલાય દિવસેથી ભૂખ્યો છું મને થોડું ખાવા આપ, કીડી એ કહ્યું આખો ઉનાળો તે ગાયા કર્યું અને નાચ્યા કર્યું તો હવે આ ચોમાસામાં પણ તું ગા અને નાચ. તારા જેવા આળસું ને હું કશું આપવાની નથી એમ કહી કીડીએ ધડાક દઈને બારણું બંધ કરી દીધું !
