સ્વતંત્રતા
સ્વતંત્રતા


રમેશે સોશ્યલ મીડિયા પર "સ્વતંત્રતા પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ" નો મેસેજ પોસ્ટ કરી, પોતાના ઘરે રહેલ મોંઘાદાટ પક્ષીઓવાળા પક્ષીઘર પાસે જઈ, પક્ષીઓને દાણા નાખ્યાં બાદ હસતાં મોઢે પક્ષી ઘરનું બારણું ખોલી નાખ્યું અને તમામ પક્ષીઓને ઉડાડી દીધાં.
ખરેખર તેણે સાચી રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી.