સ્વરક્ષણ
સ્વરક્ષણ
આ વાર્તા એક આઠ વર્ષની દીકરીની હેમાંગી ભટ્ટની છે. જે અમદાવાદમાં રહે છે. ૨૦૧૭માં જયારે એના મિત્રો પાસેથી ખબર પડી કે કરાટેની શિબિર અમદાવાદથી દૂર આનંદપુરા ગામમાં યોજવામાં આવી હતી. તેણે કરાટે શીખવાનું બહુ શોખ એટલે હેમાંગીએ એના માતા પિતા ને વાત કરી કે મારે ચાર મહિનાની કરાટેની કન્યા સુરક્ષા શિબિરમાં જવું છે. ત્યારે એના માતા પિતાએ એને ભાગ લેવાની મંજૂરી આપી એટલે એને ચાર મહિનાની કરાટેની તાલીમ લેવાનું નક્કી કર્યું.
પછી તેની તાલીમ શરુ થઈ. તેને શિબિરમાં તે શિક્ષક કરાટેની તાલીમ ખુબ સરસ રીતે આપી રહ્યા હતા એટલે તે ખુશ થઈ ગઈ. તે પણ કરાટે શીખવાના માટે બહુ મહેનત કરતી હતી.
તેને જે શીખવાડે એની પ્રૅક્ટિસ રોજ કરતી હતી.
આમ દિવસો પસાર થઈ ગયા અને તેની તાલીમ પુરી થઈ. આ તાલીમ લઈને તેને આનંદ થયું અને તેણે શિક્ષકનો આભાર માન્યો એટલી સરસ તાલીમ આપવા માટે.
બે વર્ષ પછી કરાટેની સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ. અને એને કરાટેની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક મળ્યું. તે તો ખુબ જ ખુશ થઈ ગઈ એના માતા પિતાને પણ એના પર બહુ ગર્વ થયો.
આખા ગુજરાતમાં પણ એનું માન વધી ગયું. જ્યાં ધગશ હોય ત્યાં લક્ષ્ય પ્રાપ્ત થઈ જ જાય છે.
હેમાંગીના પિતાએ બધાને સલાહ આપી સ્વરક્ષણ શીખવું અત્યંત આવશ્યક છે એટલે હું બધા વાલીઓને સલાહ આપીશ તમારા બાળકોને પણ સ્વરક્ષણ શીખવાડો.
